Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

કોરોનાએ નાના ઉદ્યોગોની પથારી ફેરવી

એક તૃત્યાંશ સ્વરોજગાર, લઘુ અને મધ્યમ એકમો બંધ થવાના આરે : કોરોના - લોકડાઉન બન્યા વિલન : ૩૫ ટકા MSME અને ૩૭ ટકા સ્વરોજગાર બેઠા થાય તેવી શકયતા જ નથી : ઓલ ઇન્ડિયા મેન્યુફેકચર્સ એસો.નો સર્વે

નવી દિલ્હી તા. ૨ : ભારતમાં કોરોના મહામારી અને રાષ્ટ્રીય વ્યાપી લોકડાઉનના લીધે નાના અને મધ્યમ ઉદ્યોગ ખરાબ રીતે પ્રભાવિત થયા છે. ઓલ ઇન્ડિયા મેન્યુફેકચર્સ એસોસિએશનની સાથે નવ અન્ય ઉદ્યોગો નિગમોની સાથે કરાવેલા એક સર્વે મુજબ દેશમાં એક તૃતીયાંશથી વધુ સ્વ-નિયોજીત નાના અને મધ્યમ ઉદ્યોગોમાં રિકવરીનો કોઇ આધાર નજર આવતો નથી. આ ઉદ્યોગ બંધ થવાના કગાર પર છે.

એઆઇએમઓના સર્વેમાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમ, સ્વ-નિયોજીત કોર્પોરેટ સીઇઓ અને અધિકારીઓની ૪૬,૫૨૫ પ્રતિક્રિયાઓને સામેલ કરવામાં આવ્યા છે. આ ઓનલાઇન સર્વેથી ૨૪ મેથી ૩૦ મે વચ્ચે કરવામાં આવ્યો. તેમાં ૩૫ ટકા એમએસએમઇ અને ૩૭ ટકા સ્વ-નિયોજીત રોજગાર સાથે જોડાયેલા લોકોએ કહ્યું કે, તેમના ઉદ્યોગ પાટા પર લાવવા ખૂબ જ મુશ્કેલ છે. ૩૨ ટકા એમએસએમઇએ કહ્યું કે, તેના ઉદ્યોગોને સ્થિતિમાંથી ઉભારવામાં છ મહિનાનો સમય લાગશે. જ્યારે અંદાજે ૧૨ ટકાએ કહ્યું કે, ત્રણ મહિનાથી પણ ઓછા સમયમાં તેના ઉદ્યોગની સ્થિતિ સંભાળાશે.

સર્વેમાં માલુમ પડયું છે કે, ત્રણ મહિનામાં રિકવરીની આશા કરતા કોર્પોરેટ સીઇઓની પ્રતિક્રિયામાં કારોબાર માટે ધારણા વધુ આશાવાદી છે.

એઆઇએમઓના પૂર્વ અધ્યક્ષ કે ઇ રઘુનાથને કહ્યું કે, ઉદ્યોગોના સંચાલનમાં ઘટાડો, ભવિષ્ય વિશે અનિશ્ચિતતા, નાના અને મધ્યમ ઉદ્યોગો સંબંધિત પ્રમુખ કારકોમાં એક છે પરંતુ ઉદ્યોગોને બંધ કરવાના કારણે સંપૂર્ણ રીતે કોરોના મહામારી થઇ શકતી નથી. ઉદ્યોગ પહેલેથી જ વિવિધ પરેશાનીઓનો સામનો કરી રહ્યા છે એ પછી નોટબંધી હોય કે જીએસટી છેલ્લા ત્રણ વર્ષમાં અર્થવ્યવસ્થામાં મંદીના કારણે ઉદ્યોગોને મુશ્કેલીઓનો સામનો કરવો પડયો છે. આ ઉપરાંત કોરોના મહામારી અંતિમ કોયડો સાબિત થયો. તેઓએ કહ્યું કે, આઝાદી બાદ આ પ્રકારે મોટા પાયે વ્યાપારનો વિનાશ થયો નથી.

(4:06 pm IST)