Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

સેબીએ ચોકસી & ચોકસીને ૩૦ કાર્યકારી દિવસોમાં પોતાનો અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે

સેબીએ ફ્રેન્કલિનની ૬ બંધ સ્કીમોનાં સ્પેશ્યલ ઓડિટનો આદેશ આપ્યો

નવી દિલ્હી, તા.૨: મૂડીબજાર નિયામક સેબીએ ફ્રેન્કલિન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડ દ્વારા બંધ કરવામાં આવેલી ૬ ડેટ સ્કીમના સોદાઓની તપાસ માટે ચાર્ટેડ એકાઉંટેંટ અને ફોરેન્સિક ઓડિટ ફર્મની નિમણુંક કરી છે. સેબીના આ ફેંસલાથી ફ્રેન્કલિનની સમસ્યાઓમાં વધારો થયો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે ટેકસ, એકાઉન્ટિંગ, જોખમ અને ડ્યું ડિજિલેન્સ પર સલાહ આપનારી મુંબઈની ચોકસી & ચોકસી એલએલપી ફર્મને આ માટે કામગીરી સોંપાઈ છે. ફર્મની તપાસ તેની આસપાસ થશે કે શું ફંડ હાઉસ અને બોન્ડ જારી કરવાવાળા કોર્પોરેટ્સ વચ્ચે મીલીભગત હતી ? અથવા ડાયરેકટર્સ અને વરિષ્ઠ અધિકારીઓના હિતોના ટકરાવની ૩ટનાઓ અને શું લેવા આર્થિક વ્યવહારો કરવામાં આવ્યા જે યોજનાઓમાં નાગરિકોના હિતોની વિરુદ્ઘમાં હતા. સેબીએ ચોકસી & ચોકસીને ૩૦ કાર્યકારી દિવસોમાં પોતાનો અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે. આ કેસ સાથે સંકળાયેલા એક વ્યકિતએ કહ્યું કે તેઓએ તમામ પાસાઓની તપાસ કરવી પડશે કે નિયમોનું ઉલ્લંદ્યન થયું છે કે કેમ. શું ફંડ હાઉસ નિયમોનું યોગ્ય રીતે પાલન કરે છે અને ફંડ મેનેજમેંટ દ્વારા નિયમોને અવગણવામાં આવ્યા હતા. બંધ કરેલી યોજના ૨૩ એપ્રિલ, ૨૦૨૦ પછી રિડેમ્પશન માટે ઉપલબ્ધ નથી.

અત્રે નોંધનીય છે કે ફ્રેન્કલિન ઈન્ડિયા ટેમ્પલટન મ્યુચ્યુલ ફંડે તેની ડેબ્ટ સ્કીમમાંથી ૬ સ્કીમ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. આ તમામ સ્કિમોનો એસેટ બેઝ રૂ.૨૫,૮૫૬ કરોડ છે. કંપનીએ કોરોના વાયરસને કારણે લાગુ થયેલ લોકડાઉનને આ માટે જવાબદાર ઠેરવ્યું હતું.(૨૩.૧૭)

આ ૬ સ્કીમો કરાઈ બંધ

ફ્રેન્કલિન ઇન્ડિયા ટેમ્પલટન લો ડ્યુરેશન ફંડ

ફ્રેન્કલિન ઈંડિયા ટેમ્પલટન શોર્ટ બોન્ડ ફંડ

ફ્રેન્કલિન ઇન્ડિયા ટેમ્પલટન શોર્ટ ટર્મ ઈન્કમ પ્લાન

ફ્રેન્કલિન ઈંડિયા ટેમ્પલટન ક્રેડિટ રિસ્ક ફંડ

ફ્રેન્કલિન ઇન્ડિયા ટેમ્પલટન ડાયનેમિક એચ્યુઅરિયલ ફંડ

ફ્રેન્કલિન ઈંડિયા ટેમ્પલટન ઇન્કમ ઓપર્ચ્યુનિટી ફંડ

(4:05 pm IST)