Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

ડીપ ડીપ્રેશન ૧ર કલાકમાં વાવાઝોડામાં પરિવર્તીત થશેઃ સુરતથી ૭૧૦ કિ.મી. દુર ૧પ૯ ગામોમાં એલર્ટ

સુરત સહીત દક્ષિણ ગુજરાતમાં છવાયા વાદળોઃ વરસાદી માહોલઃ ડુમસ, ડભારી, સુવાલી સહીતના બીચ બંધ

રાજકોટ, તા., ૨: 'નિસર્ગ' વાવાઝોડુ દક્ષિણ ગુજરાતના સાગર કિનારે ટકરાવાની શકયતા છે. ડ્રીપ ડ્રીપેશન આગામી ૧ર કલાકમાં વાવાઝોડામાં પરિવર્તીત થશે.

સુરત, વલસાડ, બારડોલી સહીતના વિસ્તારોમાં ગતરાત્રીથી પવનનું જોર વધ્યું છે. સવારથી વાદળાઓના ગંજ જમાવટ કરતા જાય છે. ધુપ-છાંવનું વાતાવરણથી વરસાદી માહોલ છવાઇ ગયો છે.

કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના કિનારે ભારે પવન સાથે નિસર્ગ વાવાઝોડુ ટકરાવાની શકયતા વધી છે.

સુરતમાં તમામ માછીમારોને દરીયામાં ન જવાની સુચના અપાઇ છે. વડોદરાથી એન.ડી.આર.ઇ.એફ.ની ટીમ સુરત બોલાવવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના ૧પ૯ ગામોમાં વાવાઝોડાને પગલે એલર્ટ રહેવા સુચના આપવામાં આવી છે. અનેક બીચ બંધ કરવાની સુચના આપવામાં આવી છે.

(12:01 am IST)