Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

અર્થતંત્રની ગાડી ફરી પાટે ચડશે : GDP ફરી મેળવી લેશું

ભારતના વિકાસના પાટે દોડતુ કરવા PM મોદીએ પાંચ 'આઇ' નો મંત્ર આપ્યો : CIIના કાર્યક્રમને સંબોધન : વિકાસ માટે આપણે આત્મનિર્ભર બનવું પડશે

નવી દિલ્હી તા. ૨ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારતીય ઉદ્યોગ સંઘ (CII)ના વાર્ષિક સત્રને સંબોધન કરતાં કહ્યું કે કોરોનાવાયરસ સામે લડવા કડક પગલા લેવા સાથે આપણે અર્થવ્યવસ્થાને આગળ વધારવી પડશે. મને ભારતની ક્ષમતા, પ્રતિભા અને ટેકનીક અને નવીનતા પર વિશ્વાસ છે. મને ખેડુતો, એમએસએમઇ અને ઉદ્યોગ દિગ્ગજો પર વિશ્વાસ છે. તેથી, હું વિશ્વાસ સાથે કહી શકું છું કે દેશ વિકાસના માર્ગ પર પાછો આવશે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતને ઝડપી વિકાસના માર્ગ પર પાછા લાવવા માટે આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવા ૫ બાબતો ખૂબ મહત્વની છે. ઉદ્દેશ, સમાવેશ, રોકાણ, ઇન્ફ્રાસ્ટ્રકચર અને નવીનતા. હાલમાં જ લીધેલા મોટા નિર્ણયોમાં આ બધાની ઝલક મળશે. અમારા માટે સુધારો એ રેન્ડમ અથવા છૂટાછવાયા નિર્ણયો નથી. અમારા માટે સુધારણા પ્રણાલીગત, આયોજિત, એકીકૃત, આંતર-કનેકટેડ અને ભાવિ પ્રક્રિયા છે. અમારા માટે સુધારાઓનો અર્થ છે નિર્ણયો લેવાની હિંમત રાખવી અને તેમને તાર્કિક નિષ્કર્ષ પર લઈ જવું.

પ્રધાનમંત્રી મોદીનું આ સંબોધન એવા સમયે થઈ રહ્યું છે જયારે લોકડાઉનમાં પાબંધી સિવાય ઢીલ પણ આપવામાં આવી રહી છે અને કંપનીઓ ફરી શરૂ થઈ છે અને કારખાના ખૂલી ચૂકયા છે. કોરોના વાયરસ મહામારીની સ્થિતિ માટે કેન્દ્ર સરકારે ૨૫ માર્ચથી દેશમાં લોકડાઉન લાગૂ કર્યું હતું અને તેને ૪ ચરણમાં ૩૧ મે સુધી ચાલ્યું.ઙ્ગ

વીડિયો કોન્ફરન્સિંગથી થનારો CIIના સ્થાપનાના ૧૨૫માં વર્ષની ઉજવણીનો અવસર છે. ઉદ્યોગ સંગઠનની સ્થાપના ૧૮૯૫માં થઈ હતી. સીઆઈઆઈના ૧૨૫માં વાર્ષિક સત્રની મુખ્ય બાબત ગેટિંગ ગ્રોથ બેક એટલે કે વૃદ્ઘિના પથ પર ફરી પાછા ફરવું એ છે.ઙ્ગ

આખો દિવસ ચાલનારી આ વર્ચ્યુઅલ ઇવેન્ટમાં પિરામલ ગ્રુપના ચેરમેન અજય પિરામલ, આઇટીસી લિમિટેડના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેકટર (સીએમડી) સંજીવ પુરી, બાયકોનનાં સીએમડી કિરણ મઝુમદાર શો, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ના અધ્યક્ષ રજનીશ કુમાર, કોટક મહિન્દ્રા બેંક ઉદય કોટક, ચીફ એકિઝકયુટિવ ઓફિસર અને સીઆઈઆઈના નામાંકિત અધ્યક્ષ અને સીઆઈઆઈના પ્રમુખ વિક્રમ કિર્લોસ્કર જેવા કોર્પોરેટ જગતના ટોચના પ્રતિનિધિઓ ભાગ લેશે.

(3:59 pm IST)