Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

આ બે ભાઈઓએ હાથે કોમિક બુકસ બનાવી છે ને વોટ્સએપ પર વેચે પણ છે

ચેન્નઇ તા. ૨ : ઘરમાં બેઠાં-બેઠાં કંઈક ક્રીએટિવ કરવાનો વિચાર બાળકોને આવે અને એમાં જો પેરન્ટ્સનો થોડો સાથ મળે તો કેવું-કેવું થઈ શકે છે એનો તાજો દાખલો તામિલનાડુના બે ભાઈઓએ પૂરો પાડ્યો છે. વેલ્લોર જિલ્લામાં રહેતા ૧૩ વર્ષના ઈશાન અને ૧૦ વર્ષના યોહાને નવરા બેઠાં કોરોના વાઇરસને લઈને જાતજાતની માહિતી આપતી કોમિક બુકસ તૈયાર કરી છે. એની પહેલી આવૃત્ત્િ।નું નામ પાડ્યું છે ધી સ્ટિકસ કોમિકસ.

એમાં કોમિક બુકની જેમ કેટલાંક કાર્ટૂન્સ અને સાથે સંવાદોના માધ્યમથી સંદેશા પણ લખ્યા છે. વાત એમ છે કે ઈશાનને કોમિકસમાં પહેલેથી જ બહુ ઊંડો રસ છે. તે એમ જ કાગળ પર ચીતરડા કરતો હતો એમાંથી તેને આ વિચાર આવેલો. ટિન્કલ અને સ્પાઇડરમેન જેવી કોમિક અને એલેકસ રાઇડર અને લે ગેમર જેવાં કેરેકટર્સ તેનાં ફેવરિટ છે.

ઈશાન રોજ કલાકો સુધી આ કોમિકસ ક્રીએટ કરીને એની કોપી બનાવવામાં વ્યસ્ત રહે છે. નાનો ભાઈ યોહાન તેને થોડી મદદ કરે છે અને બાકીના સમયમાં ભાઈએ બનાવેલી કોમિકસનું વોટ્સએપ પર માર્કેટિંગ કરે છે. અત્યાર સુધીમાં તેમણે ૧૦ બુકસ પોતાનાં સગાંસંબંધીઓને અને ફ્રેન્ડ્સને રિવ્યુ માટે આપી છે. તેમના પોઝિટિવ રિવ્યુ પછી જ તેમણે આ બુક વેચાણ માટે મૂકી છે અને એની કિંમત રાખવામાં આવી છે ૫૦ રૂપિયા.

(2:48 pm IST)