Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

બચ્ચાને બચાવવા સાપ સાથે ભીડી ગઈ ઉંદરડી

મુંબઇ તા. ૨ : સોશ્યલ મીડિયા પર સાપ અને ઉંદરનો એક વિડિયો વાઇરલ થયો છે. એમાં ઉંદરના બચ્ચા પર હુમલો કરવા જઈ રહેલા એક સાપને બીજો ઉંદર પકડે છે.

બચ્ચાને મોંમાં દબાવીને સાપ ત્યાંથી ભાગવાની પેરવીમાં છે, પણ બચ્ચાની મા એ સમયે ત્યાં જ હોય છે. તે તરત જ સાપને પૂંછડીથી પકડી રાખે છે. તેની પકડ એટલી મજબૂત છે કે સાપ ત્યાંથી ટસનો મસ નથી થઈ શકતો. સ્વાભાવિક છે કે આવી લડાઈમાં કોણ જીતે? બળવાન હોય એ જને? જોકે અહીં બળની સામે માતૃત્વ જીતી જાય છે.

વારંવાર પૂંછડી પર બટકું ભરીને સાપને પાછળ ખેંચી રહેલી ઉંદરડીથી ડરીને સાપ બચ્ચાને ત્યાં જ પડતું મૂકીને નાસી છૂટે છે.

(2:47 pm IST)