Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

આ ટેટૂ જોશો તો લાગશે કે તમને ચશ્માં આવી ગયાં છે

નવી દિલ્હી તા. ૨ : જો તમને ધૂંધળું દેખાતું હોય અથવા તો ડબલ વિઝનની સમસ્યા હોય તો કેવું દેખાય? આ ટેટૂ જેવું જ.

વિઝનમાં તકલીફ હોય તો સામેની ચીજ એકદમ શાર્પ અને સ્પષ્ટ જણાતી નથી. બલકે બ્લર થઈ ગઈ હોય એવું લાગે. આ સાથે મૂકવામાં આવેલી તસવીરોનાં ટેટૂ જોઈને ભલભલી વ્યકિત પણ થોડીક વાર તો આંખો ચોળીને તપાસ કરી લે છે કે તેમને કયાંક આંખની તકલીફ તો નથીને? જોકે આ તમારી આંખની કમી નહીં, મેકિસકન ટેટૂ આર્ટિસ્ટ યઝિલ એલિઝાદની કલાકારી છે.

૨૫ વર્ષનો આ કલાકાર એવાં ટેટૂ બનાવે છે જાણે ડબલ વિઝન હોય. મેકિસકોના હર્મેસિલો શહેરમાં ટેટૂ સ્ટુડિયો ધરાવતા યઝિલે ૬ વર્ષ પહેલાં જયારથી ટેટૂ ચીતરવાનું શરૂ કર્યું ત્યારથી આવો હટકે વિચાર આવેલો. અલબત્ત્।, આ માટે જે-તે ચીજ બ્લર દેખાય ત્યારે કેવી હોય એનું ચિત્રણ મગજમાં સ્પષ્ટ હોવું જરૂરી છે. જેમ એકદમ સ્પષ્ટ અને આબેહૂબ ચિત્રની નકલ કરવી એ ચેલેન્જિંગ છે એમ કોઈ સાદી-સિમ્પલ વસ્તુને બ્લર અને ડબલ વિઝનવાળી વિઝયુઅલાઇઝ કરવી અને એ મુજબ ટેટૂમાં ઉતારવી એ પણ એટલું જ પડકારજનક છે. નવાઈની વાત એ છે કે આવાં ટેટૂ બનાવડાવનારા કસ્ટમર્સ પણ ઘણા છે.

(2:47 pm IST)