Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

ચીનની વસ્તુઓના બહિષ્કારની ભારત માત્ર વાતો જ કરશેઃ ચીની મીડિયા

નવી દિલ્હી તા. રઃ સમગ્ર ભારતમાં ચીનની વસ્તુઓ બહિષ્કારની ચર્ચાઓ આ સમયે ચાલી રહી છે અને દરેક સ્થળ પર હવે ચીન વસ્તુઓનો ઉપયોગ નથી કરવામાં આવતો. આ પહેલી વખત નથી પરંતુ આ પહેલા પણ ચીનના સામાનના બહિષ્કારની વાત કરવામાં આવી હતી. વર્ષ ર૦૧૬માં ભારતમાં ચીન વસ્તુઓનાં બહિષ્કાર માટે એક પડકાર હતો. જયારે આ પડકાર સામે આવ્યો ત્યારે ચીનનાં મીડિયાએ કહ્યું કે, ભારતીયડ ઉત્પાદન કોઇપણ ક્ષેત્રે ચીનનાં ઉત્પાદનનો મુકાબલો ન કરી શકે.

એક લેખમાં લખ્યું છે કે, ભારત માત્ર વાતો કરી શકે છે અને બન્ને દેશોનાં વધતા વ્યાપાર બાબતે કઇ કહી શકે તેમ નથી.

ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે, ચીને પાકિસ્તાનમાં રહેલા આતંકવાદીનો આંતરરાષ્ટ્રીય આંતકવાદી ઘોષણા કરવામાં ભારતના પ્રયત્નનો વિરોધ કર્યો છે. આ કારણે ભારત નારાજ છે. લેખમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પરિયોજના 'મેક ઇન ઇન્ડિયા'ને અવ્યવહારિક કહ્યું છે.

(2:46 pm IST)