Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

ચાઈનીઝ મૂર્તિઓને ટક્કર આપવાની તૈયારીમાં ગોરખપુરઃ કલાકારો, શિલ્પકારો, કુંભારો માટે વર્કશોપ યોજાશે

વર્કશોપમાં ૫૦ હજારથી વધુ લોકોને રોજગારી મળે તેવી સંભાવનાઃ દિવાળીએ લક્ષ્મીજી-ગણેશજીની યુપીમાં બનેલ મૂર્તિઓ મળશે

 લખનૌઃ ઉત્ત્।રપ્રદેશની યોગી સરકાર હવે આર્થિક મોરચે ચીન સાથે સ્પર્ધા કરવાની તૈયારી કરી રહી છે. આ માટે સરકારે રાજયમાં જ નહીં પરંતુ દેશભરમાં લક્ષ્મી-ગણેશ મૂર્તિ બનાવવાની કળાને પ્રોત્સાહન આપવાનો નિર્ણય કર્યો છે. આ માટે દિવાળી સ્ટેટ ઓથોરિટી પ્રયાસ કરશે કે, સ્થાનિક કારીગરો દ્વારા બનાવવામાં આવેલ લક્ષ્મી-ગણેશની મૂર્તિયો ભારતીય બજારોમાં કબજો કરે, જેથી ચીનથી આયાત કરવાની પ્રથા બંધ થઈ શકે.

 MSMEના મુખ્ય સચિવ નવનીત સહગલે જણાવ્યું કે, દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. આવી સ્થિતિમાં ચીનથી આવતી લક્ષ્મી-ગણેશની મૂર્તિઓનું મોટા પાયે વેચાણ થાય છે, પરંતુ આવનારા સમયમાં આવું નહીં થાય. આ માટે મુખ્યમંત્રી યોગીએ પહેલ કરી છે. વર્કશોપમાં ૫૦ હજારથી વધુ લોકોને રોજગારી મળવાની સંભાવના છે.

મુખ્યમંત્રી યોગીએ કહ્યું છે કે, ટેરાકોટાનો સામાન બનાવનારા ગોરખપુરના ઉદ્યમીઓમાં આ કુશળતા છે. તેઓ ચીનથી પણ શ્રેષ્ઠ ગુણવત્ત્।ા ધરાવતી મૂર્તિઓ બનાવી શકે છે. આ માટે તેમની તમામ મદદ કરવી જોઈએ. અમે ઉત્ત્।રપ્રદેશને મેન્યુફેકચરિંગ હબ બનાવીશું, જેથી પ્રદેશના માથા પર લાગેલા પલાયનના કલંકને ભૂંસી શકાય.

(2:46 pm IST)