Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

જૈશ-એ-મોહમ્મદના નાર્કો ટેરર મોડ્યુલના ૬ સભ્યો ઝડપાયા

આતંક અને નશાનું કોકટેલ કરતા આતંકીઓ

શ્રીનગર,તા.૨: લોકડાઉન દરમ્યાન આતંકવાદીઓ નશાઓને આતંકનું કોકટેલ કરી રહ્યા છે. હવે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓના 'નાર્કો' ટેરર મોડયુલનો ખુલાસો થયો છે. બડગામ પોલીસે છ એવા લોકોની ધરપકડ કરી છે જે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના નાર્કો ટેરર મોડયુલના સક્રિય સભ્ય માનવામાં આવે છે. જૈશનું આ મોડયુલ કંઇક અલગ પ્રકારે કામ કરે છે તેમની પાસેથી પોલીસે પ્રતિબંધિત નાર્કોટીકસ હથિયાર અને અન્ય ઙ્ગ વસ્તુઓ ઝડપી છે. આ બનાવમાં કેસ પણ નોંધવામાં આવ્યો છે.

પોલીસે માહિતી આપી હતી કે આ મોડ્યુલના સભ્યો ડ્રગ્સની હેરાફેરી, હથિયારોનો સપ્લાય અને નાણાં પહોંચાડવાનું કામ કરતા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ છે કે, આ બધા પાકિસ્તાન સમર્થન આતંકવાદી ગ્રુપોના સંપર્કમાં હતા અને પોતાના આકાઓના હુકમ મુજબ આ સંગઠનોને નાણા પહોંચાડવાની ગોઠવણ કરતા હતા.

પોલીસે જેમની ધરપકડ કરી છે તેમની ઓળખ કરાલપોરાના મુદાસિર ફયાઝ, બડગામના શબીર, સંગીર અહમદ, ઇશાદ ભટ્ટ અને આર્શિદ ઠોકર તરીકે થઇ છે. આ બધા પાસે મેડ ઇન ચાઇના પિસ્તોલ, મેગેઝીન, હેન્ડ ગ્રેનેડ અને ૧ કિલો હેરોઇન મળ્યું છે. આ બનાવમાં પોલીસે યુએ (પી) એકટ અને એનડીપીએસ એકટ હેઠળ ચદૂરા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો છે. પોલીસના કહેવા અનુસાર આગળની તપાસ ચાલી રહી છે.

આ મોડયુલ બાબતે કહેવાય છે કે તેના સભ્યો પોતાના આકાઓના હુકમ પ્રમાણે ડ્રગ્સ સપ્લાય કરે છે નશાની સામગ્રી ઉપરાંત તેઓ હથિયાર અને અન્ય સામગ્રીઓ પણ આંતકવાદીઓને ઉપલબ્ધ કરાવે છે. ગંભીર વાત એ છે કે આ મોડ્યુલના સભ્યો પોતાના કામમાં ડ્રોનનો પણ આડેઘડ ઉપયોગ કરે છે. તેઓ બીજા સ્મગલરોને ટ્રેનીંગ પણ આપે છે.

(2:41 pm IST)