Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

અફઘાનિસ્તાનના નાંગરહાર પ્રાંતમાં પ્રચંડ વિસ્ફોટમાં એક બાળકનુ મોત : એક ઘાયલ

નવી દિલ્હ: અફઘાન સૈન્યએ નિવેદનમાં જણાવ્યુ છે કે," અફઘાનિસ્તાનના પૂર્વી નાંગરહાર પ્રાંતમાં વિસ્ફોટમાં એક બાળકનુ મોત નીપજ્યુ છે." 201 મી સિલાબ કોર્પ્સે એક નિવેદનમાં જણાવ્યુ છે કે," વિસ્ફોટક ડિવાઈસ નંગરહારમાં, દેહ બાલા જિલ્લાના શાબી વિસ્તારમાં સરકાર વિરોધી સશસ્ત્ર, તત્ત્વ દ્વારા કરાયો હતો નિવેદનમાં આગળ કહેવામાં આવ્યુ છે કે," વિસ્ફોટમાં એક બાળકનુ મોત નીપજ્યુ હતુ, અને બીજો એક ઘાયલ થયો હતો.

તાલિબાન સહિત સરકાર વિરોધી સશસ્ત્ર આતંકવાદી જૂથોએ, હજુ સુધી આ ઘટના અંગે કોઈ ટિપ્પણી કરી નથી. તાલિબાન અને અન્ય જૂથોના આતંકવાદીઓ સુરક્ષા દળો અને સરકારી અધિકારીઓને નિશાન બનાવવા માટે તેમના પસંદગીના હથિયાર તરીકે આવા વિસ્ફોટક ઉપકરણોનો ઉપયોગ હંમેશા કરે છે. જો કે, આવા હુમલાથી સામાન્ય રીતે સામાન્ય નાગરિક જાનહાનિ થાય છે.

(1:19 pm IST)
  • સંકટ ટળ્યુ : વાવાઝોડુ ગુજરાતમાં નહિં મહારાષ્ટ્રના અલીબાગમાં ટકરાશે : દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી : હવામાન ખાતાએ નિર્દેશ આપતા કહ્યું છે કે કાલે વાવાઝોડુ 'નિસર્ગ' મહારાષ્ટ્રમાં ટકરાશે : દક્ષિણ ગુજરાતના કાંઠે ટકરાશે નહિં : સૌરાષ્ટ્રને કોઈ અસર નહિં થાય : વાવાઝોડુ મહારાષ્ટ્ર અને દમણ વચ્ચે ટકરાશે : દમણથી પસાર થઈ જશે : સુરત અને ભરૂચમાં ૭૦ થી ૮૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે access_time 1:33 pm IST

  • સાબરકાંઠા જિલ્લામાં આજે કોરોનાના 20 દર્દીઓને રજા અપાઈ :જિલ્લામાં 92 કેસમાંથી 76 દર્દીઓ સાજા થયા: સાબરકાંઠા જિલ્લામાં કુલ 13 કોરોનાના એક્ટીવ કેસ : કુલ 3 ના મરણ access_time 9:14 pm IST

  • સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો: વડાલીમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી ખેડબ્રહ્મા શહેરમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી: ગાજવીજ સાથે વરસાદનું આગમન access_time 9:03 pm IST