Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

મોબાઈલ ઉત્પાદક મામલે ભારત વિશ્વમાં બીજા ક્રમે : સેમસંગે નોઈડામાં વિશ્વનું સૌથી મોટી ફેક્ટરી સ્થાપી

દેશમાં હાલમાં ૩૦૦થી પણ વધુ મોબાઇલ મેન્યુફેકચરિંગ યુનિટ કાર્યરત

નવી દિલ્હી: નોઇડામાં સેમસંગે વિશ્વની સૌથી મોટી મોબાઇલ ફેક્ટરીની સ્થાપના કરી છે. કેન્દ્રીય કાયદા અનેન્યાય પ્રધાન રવિશંકર પ્રસાદે જાહેરાત કરી છે કે ભારત વિશ્વમાં બીજા નંબરનોં સૌથી મોટો મોબાઇલ ઉત્પાદક દેશ છે. દેશમાં હાલમાં ૩૦૦થી પણ વધુ મોબાઇલ મેન્યુફેકચરિંગ યુનિટ છે.

પ્રસાદના જણાવ્યા અનુસાર ભારતમાં અત્યાર સુધીમાં ૩૩ કરોડ મોબાઇલ હેન્ડસેટનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. ૨૦૧૪માં આ આંકડો માત્ર ૬ કરોડ હતો અને મોબાઇલ મેન્યુફેકચરિંગના માત્ર બે જ યુનિટ હતાં. ૨૦૧૪ સુધીમાં ભારતમાં ત્રણ અબજ ડોલરના મોબાઇલ ફોનનું ઉત્પાદન થયું હતું જે ૨૦૧૯માં વધીને ૩૦ અબજ ડોલર થઇ ગયું હતું.

શાઓમિ ઇન્ડિયાના વડા મનુકુમાર જૈને જણાવ્યું છે કે શાઓમિના ૯૯ ટકા ફોનનું મેન્યુફેકચિરગ ભારતમાં થાય છે. શાઓમિઅએ પાંચ વર્ષ પહેલા ભારતમા પોતાના પ્રથમ પ્લાન્ટની રચના કરી હતી.એક અહેવાલ અનુસાર એપલ પણ પોતાનું ઉત્પાદન ચીનમાંથી ખસેડી ભારતમાં કરનવાનું આયોજન કરી રહી છે.

(1:12 pm IST)