Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

મુંબઈમાં પણ હવે સબ કન્ટેઈનમેન્ટ ઝોન બન્યા : BMC એ યાદી જાહેર : કુલ 717 એરિયા સીલ

ઝોન માટેનો મેપ પણ લાઈવ કર્યો છે જેથી લોકોમાં જાગૃતિ આવે.

અમદાવાદ : ગુજરાતના કોરોના હોટસ્પોટ અમદાવાદમાં સબ કન્ટેઈનમેન્ટ ઝોન નક્કી કરી ગ્રાઉન્ડ લેવલે મજબૂત કામ કરવા માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. આ જ પદ્ધતિ હવે ભારતના કોરોના હોટસ્પોટ મુંબઈમાં પણ સ્વીકારવામાં આવી છે.

મુંબઈમાં પણ સબ કન્ટેઈનમેન્ટ ઝોનની યાદી BMCએ ઈશ્યુ કરી છે. આ તમામ કન્ટેઈનમેન્ટ ઝોનની યાદી BMCની સાઈટ પર મુકવામાં આવી છે. આ સિવાય BMCએ મુંબઈના કન્ટેઈનમેન્ટ- સબ કન્ટેઈનમેન્ટ ઝોન માટેનો મેપ પણ લાઈવ કર્યો છે જેથી લોકોમાં જાગૃતિ આવે.

મહાનગરપાલિકા રોજેરોજ આ કન્ટેઈનમેન્ટ ઝોનની યાદી અને નકશો અપડેટ કરશે જેથી સામાન્ય જનતા તે વિસ્તારમાં જતા રોકાય અને સાવચેતી રાખે.

(12:53 pm IST)