Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

બિહારમાં ભાજપ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશેઃ અમિતભાઇ ૯ જુને બે રેલીઓને ઓનલાઇન સંબોધશે

રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાજી પણ માર્ગદર્શન આપશે : ૧ લાખ લોકો નેટના માધ્યમથી જોડાશે.

પટણાઃ અનલોકની શરૂઆત થતા જ બિહારમાં ભાજપ ચૂંટણી મોડમાં આવી ગઇ છે. બિહારમાં ભાજપ ચૂંટણીનો શંખનાદ કરશે. ડિઝીટલ રેલી દ્વારા તમામ સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ ઉપર કાર્યકર્તાઓ અને સમર્થકોને અમિતભાઇ અને નડ્ડાજી સંબોધન કરશે.

બિહાર ભાજપના અધ્યક્ષ ડો. સંજય જયસવાલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવેલ કે ૯ જુને ડીઝીટલ રેલીને અમિતભાઇ સંબોધશે.  જેમાં પહેલી રેલી ઉત્તર બિહારમાં ફેસબુકના માધ્યમથી જયારે બીજી દક્ષિણ બિહારના કાર્યકર્તાઓને વિડીયો કોન્ફરન્સથી ચૂંટણી પ્રચાર કરશે. આ ડીઝીટલ રેલીમાં ૧ લાખ લોકો ઓનલાઇન જોડાય તેવો અંદાજ છે.

૯ જુન સિવાયની રેલીની તારીખ પણ જાહેર કરાશે બિહારમાં ચૂંટણી પંચના દિશા નિર્દેશ મળતા તૈયારીઓ શરૂ  કરાશે. ઓકટોબર-નવેમ્બરમાં ચૂંટણી યોજવાની શકયતા છે.

(12:51 pm IST)