Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

HCQના ચાર કે તેથી વધુ ડોઝ લેવાથી કોરોના સંક્રમણનું જોખમ ઘટે છે

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના રિસર્ચમાં ખુલાસો

નવી દિલ્હી, તા.૨: એન્ટી મેલેરીયલ ડ્રગ હાઇડ્રોકસીકલોરોકિવન પ્રોફીલેકસીસ (એચસીકયુ) ના ચાર કે તેથી વધુ ડોઝના સેવનથી આરોગ્ય કર્મચારીઓમાં કોરોના વાયરસ (કોવિડ-૧૯) ના ચેપનું જોખમ ઓછું થઈ શકે છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના રિસર્ચમાં ખુલાસો થયો છે.

કોરોના વાયરસથી પીડાતા દર્દીઓની સારવાર કરનારા આરોગ્ય કર્મચારીઓને વાયરસનો ચેપ લાગવાનું ખૂબ જોખમ રહેલું છે. તેથી ભારતની ટોચની તબીબી સંશોધન સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવેલા એક મહત્વપૂર્ણ રિસર્ચમાં હાઇડ્રોકસાયકલોરોકિવનના છ કે તેથી વધુ ડોઝના સેવનથી આરોગ્ય કર્મચારીઓના કોરોના ચેપના જોખમમાં નોંધપાત્ર દ્યટાડો થયો હોવાનું બહાર આવ્યું છે.

કોરોનાને અટકાવવા માટે હાઈડ્રોકસીકલોરોકવીન (HCQ)ના ઉપયોગ અંગે કરવામાં આવેલ રિસર્ચના સારા પરિણામ આવ્યા છે. ICMRના રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, HCQના ૬ અથવા વધુ ડોઝ લેવાથી ૮૦ ટકા હેલ્થકેર કર્મચારીઓ સંક્રમણથી બચી ગયા.

રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, HCQના ૪ ડોઝ લીધા પછી ચેપનું જોખમ ઘટી જાય છે. પરંતુ ચેપથી બચવા માટે PPE કીટ અને અન્ય સાવધાની રાખવી જરૂરી છે. હેલ્થકેર કર્મચારીઓના બે ગ્રુપ કોરોના પોઝિટિવ અને કોરોના નેગેટિવમાં વિભાજીત કરીને રિસર્ચ કરવામાં આવ્યું હતું. પ્રથમ ગ્રુપમાં ૩૭૮ અને બીજામાં ૩૭૩ લોકો સામેલ હતા.

બંને ગ્રુપમાં HCQના ત્રણ સાઈડ ઈફેકટ લગભગ એક જેવી હતી. બંને ગ્રુપના લોકોમાં ઉલટી, માથામાં દુખાવો, અને ડાયેરિયા જેવી આડઅસરો જોવા મળી હતી. કેટલાક લોકોને ત્વચા પર ફોલ્લીઓ પણ થઈ હતી. ત્ઘ્પ્ય્ના રિસર્ચ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, હેલ્થકેર વર્કર્સમાં ચેપનું જોખમ વધારે હોવાને કારણે વિશ્વભરમાં ચિંતાનો વિષય છે. આવી સ્થિતિમાં આ રિસર્ચનું મહત્ત્વ વધી ગયું છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ HCQ દવાની આડઅસર થતી હોવાથી તેનું કિલનિકલ ટ્રાયલ અત્યારે બંધ કરી દીધું છે. જો કે, ICMRના જણાવ્યા પ્રમાણે, તેઓ કોરોનાની સારવારમાં HCQનો ઉપયોગ ચાલુ રાખશે. ICMRના ડાયરેકટર જનરલ ડોકટર બલરામ ભાર્વના જણાવ્યા પ્રમાણે, કાઉન્સિલને આ દવાને અસરકારક ગણાવી છે. તેની આડઅસર પણ ઓછી જોવા મળી રહી છે. થોડા દિવસ પહેલા સરકારના જણાવ્યા પ્રમાણે, નોન-કોવિડ -૧૯ હોસ્પિટલોમાં કાર્યરત સુરક્ષા કર્મીઓ પણ આ દવાનો ઉપયોગ કરી શકશે.

(12:49 pm IST)