Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

સપ્ટેમ્બરથી ચીન શરૂ કરશે એલીયન્સની શોધ

નવી દિલ્હી, તા., રઃ કોરોના વાયરસને લઇને ચીન આખી દુનિયાના નિશાના ઉપર છે. મોટા ભાગના દેશો કહી રહયા છે કે ચીનના કારણે આખી દુનિયાએ કોરોનાની મહામારી વેઠવી પડી છે. કારણ કે કોરોના ચીનની લેબોરેટરીમાંથી નિકળીને દુનિયાભરમાં પ્રસર્યો છે. દરમિયાન ચીનથી સમાચાર મળી રહયા છે કે સપ્ટેમ્બરથી ચીનના તજજ્ઞોની ટીમ મોટા ટેલીસ્કોપની મદદથી એલીયન્સની શોધ શરૂ કરવા જઇ રહી છે. આ માટે એકસ્ટ્રા ટેરેસ્ટ્રીયલ ઇન્ટેલીજન્સના વૈજ્ઞાનિકોએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

મીડીયાના હવાલાથી મળેલા સમાચારો મુજબ વૈજ્ઞાનિકોએ આંતરીક્ષમાં એલીયન્સની શોધ માટે ફાઇવ હંન્ડ્રેડ મીટર અર્પ્ચર સ્ફેરીકલ ટેલીસ્કોપ (ફાસ્ટ) નો ઉપયોગ કરવાની યોજના બનાવી છે. એલીયન્સની શોધને લઇ કહેવાઇ રહયું છે કે ર૦ર૦ના સપ્ટેમ્બર મહિનામાં ચીની વૈજ્ઞાનિકો આ અભિયાનમાં જોડાઇ જશે. આ શોધમાં કેટલો સમય લાગશે તે વિષે કાંઇ કહેવાયું નથી.

(12:49 pm IST)