Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

હિંસા રોકવા લશ્કર ઉતારશે ટ્રમ્પ

લોકોના જાનમાલનું કોઇપણ ભોગે રક્ષણ થશે : ગવર્નરોને નેશનલ ગાર્ડ તૈનાત કરવા સૂચના આપી

વોશિંગ્ટન : અમેરિકમાં ર્જ્યો ફલોયડના મોત પછી ન્યાય માટે અશ્વેત લોકોના દેખાવો ચાલુ જ છે. પોલિસે ગઇકાલે વ્હાઇટ હાઉસ પાસે દેખાવો કરી રહેલા લોકોને વિખેરવા માટે ટીયરગેસ અમે રબ્બર બુલેટનો પ્રયાગ કર્યો હતો. આ દરમ્યાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હિંસા રોકાવા માટે સૈન્ય તૈનાત કરવાની ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું કે જો રાજ્યો હિંસા રોકવાનો ઇન્કાર કરશે તો હું અમેરિકન સંન્ય તૈનાત કરીશ જેથી લોકોના અધિકાર અને જાન માલનું રક્ષણ કરી શકાય.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે દેશના મુખ્ય શહેરોમાં થઇ રહેલા હિંસક દેખાવોને તાત્કાલીક રોકવા આહબાન કરતા કહ્યું કે રાજ્યના ગર્વનરોએ નેશનલ ગાર્ડ તૈનાત કરવા જોઇએ જો તેઓ આવું કરવાની ના પાડશે તો તે સૈના તૈનાત કરશે. મેયરો અને ગવર્નરોએ હિંસા પર કાબુ મેળવવા કાયદાનું કડક પાલન કરાવવું જોઇએ. તેમણે કહ્યું, ''જો કોઇ શહેર અથવા રાજ્ય અમેરિકન નાગરિકોના જાનમાલ બચાવવા માટે જરૂરી પગલા લેવાની ના પાડશે તો હું અમેરિકન મીલીટરી તૈનાત કરીશ અને લોકોની સમસ્યાનું તાત્કાલીક સમાધાન કરીશ.''

ઉલ્લેખનીય છે કે ફલોયડના મોત પછી હિંસક દેખવોની આગ અમેરિકાના ૧૪૦ શહેરો સુધી પહોંચી ગઇ છે. આને છેલ્લા કેટલાય દાયકાઓમાં સૌથી ખતરનાક અશાંતી ગણવામાં આવી રહી છે. ફલોયડના મોત પછી શુક્રવારે રાત્રે દેખાવકારો સેંકડોની સંખ્યામાં વ્હાઇટ હાઉસની બહાર એકઠા થઇ ગયા હતા. વ્હાઇટ હાઉસના સુરક્ષા અધિકારી ટ્રમ્પને અંડરગ્રાઉન્ડ બેકરમાં લઇ ગયા હતા. દેખાવો રવિ અને સોમવારે પણ ચાલુ રહ્યો હતો.

(12:47 pm IST)