Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

અરબી સમુદ્રમાં 'નિસર્ગ' વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું : સુરતથી માત્ર 710 કિમી દૂર સંકટ ઘેરાયું

આગામી 12 કલાકમાં ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઇ જશે

ગુજરાતના દરિયા કિનારે 3 જૂને વાવાઝોડું ત્રાટકી શકે છે. વાવાઝોડાંને લઈને રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે નિસર્ગ વાવાઝોડાંને લઇને મહત્વના સમાચાર આવી રહ્યાં છે. જેમાં દરિયામાં સર્જાયેલું ડિપ્રેશન ડીપ ડીપ્રેશનમાં ફેરવાયું છે. આ ડીપ ડિપ્રેશન 6 કલાકે 11 કિલોમીટરનું અંતર કાપી રહ્યું છે.

  હાલ આ ડિપ ડિપ્રેશન સુરતથી 710 કિલોમીટર દુર જોવા મળી રહ્યું છે.  આગામી 12 કલાકમાં ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઇ જશે. હાલ ડિપ ડિપ્રેશન 6 કલાકે 11 કિલોમીટરનું અંતર કાપે છે. 

  હાલ આ ડિપ ડિપ્રેશન સુરતથી 710 કિલોમીટર દૂર છે. ડિપ ડિપ્રેશનના કારણે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના યેલો એલર્ટ અપાયું છે રાજ્યના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વધારે અસર જોવા મળશે.

(11:51 am IST)