Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

કોરોનાથી વૈશ્વિક ઇકોનોમીમાં દેખાશે ૬ ફેરફારો

સમગ્ર વિશ્વમાં રાજકીય, આર્થિક, સામાજિક ઉથલ પાથલ પણ લાવશે

નવી દિલ્હી તા. ૨ : કોરોના સંકટની સ્પષ્ટ અસર આખી દુનિયામાં રાજકીય, આર્થિક અને સામાજિક ઉથલપાથલના રૂપમાં દેખાઇ રહી છે. તેમાં ભારત પણ આવી જાય છે. ભારતીય અર્થવ્યવસ્થામાં પણ આગામી સમયમાં આ મહામારીના લીધે મોટા ફેરફારો જોવા મળશે. આવો એક નજર નાખીએ આ છ મોટા ફેરફારો પર જે કોરોના મહામારીના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા સાથે ભારતમાં દેખાશે.

1. જીડીપીમાં નકારાત્મક વૃધ્ધિ

દુનિયા સહિત ભારતમાં જીડીપી માઇનસમાં રહેવાની શકયતા છે. બ્લુમબર્ગ અનુસાર, ૨૦૨૦માં દુનિયાની અર્થવ્યવસ્થા ૪ ટકા જેટલી સંકોચાશે

2. બેરોજગારીમાં વધારો

આખી દુનિયામાં બેરોજગારી રોકેટ ગતિએ વધશે. આઇએમએફ અનુસાર અમેરિકામાં બેરોજગારીનો દર ૧૦ ટકાથી વધારે રહેશે. સેન્ટર ફોર મોનીટરીંગ ઇન્ડિયન ઇકોનોમી અનુસાર, ૩૧ મે એ પુરા થયેલા સપ્તાહમાં ભારતો બેરોજગારી દર ૨૩.૪૮ થઇ ગયો છે.

3. માણસની જગ્યા રોબોટ લેશે

દુનિયામાં ઝડપભેર રોબોટનું પ્રમાણ વધશે. વિશ્લેષકોનું માનવું છે કે કેટલાય પ્રકારની નોકરીઓમાં હવે રોબોટ માણસની જગ્યા લઇ લેશે.

4. માંગમાં ઘટાડો

કોરોના મહામારીથી સામાન્ય માણસના વિચારોમાં મોટા ફેરફારો થયા છે. જે તેની ખર્ચ પધ્ધતિ પર જોવા મળશે. લોકો બચત કરવા પ્રેરાશે જેથી માંગ ઘટશે.

5. મહિલા કર્મચરીઓને અસર

અસંગઠિત ક્ષેત્રમાં લગભગ ૫૩ ટકા મહિલાઓ કામ કરે છે. આ સેકટરમાં સૌથી વધારે લોકો બેરોજગાર થયા છે. વિકાસશીલ દેશોમાં લગભગ ૬૧ ટકા મહિલા કર્મચારીઓને અસર થશે.

6. વિકાસશીલ દેશો બનશે મહાશકિત

વિયેટનામ, ફિલીપીન્સ, નાઇજીરીયા જેવા દેશો આવતા ૩ દાયકામાં મોટી છલાંગ લગાવશે. ભારતને તેનો ફાયદો મળશે. વિદેશી કંપનીઓ ચીનમાંથી નીકળીને ભારતમાં આવશે.

(11:25 am IST)