Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

દિલ્હીમાં આવી શકે છે મોટો ભૂકંપ

સતત હલી રહેલી ભૂમિ અંગે ભૂવૈજ્ઞાનિકોએ આપી ચેતવણી એપ્રિલથી અત્યાર સુધીમાં આવ્યા ૧૦ આંચકા

નવી દિલ્હી,તા.૨: છેલ્લા બે મહિનાથી દિલ્હી ભૂકંપ ગ્રસ્ત છે. એપ્રિલના બીજા સપ્તાહમાં દિલ્હીની ધરતી હલવાનું ચાલુ થયું પછી હળવા અને મધ્યમ તીવ્રતાના લગભગ ૧૦ ભૂકંપ આવી ચૂકયા છે. દેશના મોટા ભૂવૈજ્ઞાનિકોએ સાવધ કરતા કહ્યું છે કે, દિલ્હીમાં સતત આવી રહેલા આંચકા એ વાતનો સંકેત છે કે નજીકના ભવિષ્યમાં રાજધાનીમાં શકિતશાળી ભૂકંપ ગમે ત્યારે આવી શકે છે. ભારત સરકારના વિજ્ઞાન ઓફ ટેકનીકલ વિભાગમાં કામ કરતા, વાડીયા ઇન્સ્ટીટ્યુટ ઓફ હિમાલયન જીયોલોજીના ચીફ ડોકટર કલાચંદ સેને પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે સમય, જગ્યા અને તીવ્રતા અનુમાન તો ન થઇ શકે પણ દિલ્હી એનસીઆરમાં જે રીતે ધરતી ધૂણી રહી છે તે કોઇ મોટા ભૂકંપને લાવી શકે છે.

(11:22 am IST)