Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

ફકત લાહોરમાં જ લગભગ ૭ લાખ લોકો સંક્રમિત

કોરોના બાબતે ખુલી પાકિસ્તાની પોલ

નવી દિલ્હી,તા.૨: પાકિસ્તાનમાં કોરોના સંક્રમણ બાબતે ચોંકાવનારો ખુલાસો થયો છે. મળતી માહિતી અનુસાર, લાહોરમાં કોરોનાના કુલ કેસ ૬ લાખ ૭૦ હજાર ૮સો છે. આ ખુલાસો આરોગ્ય મંત્રાલયના ડેટાથી થયો છે. જેને પંજાબના મુખ્ય પ્રધાન ઉસ્માન બુજદારને મોકલવામાં આવ્યો છે. આ માહિતીને એક પાકિસ્તાની પત્રકારે ટ્વીટ કરી છે.

આ ડેટામાં કહેવામાં આવ્યું છે કે, આ ૬,૭૦,૮૦૦ કેસ એવા છે, જેમાં કોરોનાના લક્ષણો નથી એટલે કે એ એસીમ્પ્ટોમીક છે અને આ કેસોમાં મેડીકલ સુવિધાઓની માંગણી નથી કરવામાં આવી પણ આ કેસ સંક્રમણ અને લોકલ ટ્રાન્સમિશન વધારવાના મુખ્ય સ્ત્રોત છે.

હવે પ્રશ્નએ ઉભો થાય છે કે, પાકિસ્તાન સરકાર કોરોનાના આ કેસના સાચા આંકડા કેમ બહાર નથી પાડતી.

કેમ કે અત્યાર સુધી તો એવું જ દર્શાવાય છે કે પાકિસ્તાનમાં કોરોનાના કુલ કેસ ૭૩,૮૬૨ છે. જેમાંથી ૨૬,૦૮૩ લોકો સાજા થઇ ચુકયા છે અને ૧,૫૬૫ના મોત થયા છે.

(11:22 am IST)