Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

જમ્મુ કાશ્મીરમાં મોટું ઓપરેશન : એન્કાઉન્ટર સતત ચાલુ : ૧૫-૨૦ આતંકીઓ ઘુસ્યા : બે દિવસમાં ૧૫ આતંકીઓ ઠાર

પાંચેક દિવસથી ઘુસણખોરો વિરૂદ્ઘ મીની યુદ્ઘ છેડતા સુરક્ષાકર્મી : બે જવાન ઘાયલ

 શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સુરક્ષા દળોનો મોટી સફળતા મળી છે. છેલ્લા પાંચેક દિવસથી દ્યૂસણખોરો વિરુદ્ઘ મીની યુદ્ઘ જેવા માહોલમાં સરક્ષાદળોએ ૧૩ આતંકીઓને ઠાર માર્યા છે અને મોટા પ્રમાણમાં હથિયારો જપ્ત કર્યા છે. અહીંયાના કુલગામના ચૌગામમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ દરમિયાન બારામુલાથી કાઝીગુંડા સુધી રેલવે સેવા બંધ કરવામાં આવી છે. આ સાથે જ છેલ્લા ૪૮ કલાકમાં જમ્મુ-કાશ્મીરમાં જુદાજુદા એન્કાઉન્ટરમાં કુલ ૧૫ આતંકવાદીઓ ઠાર મરાયા છે.

આ દરમિયાન ભારતીય લશ્કરના બે જવાન ઘાયલ થયા છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારના નાકાબંધી કરી છે. બારામુલા અને કાઝીગુંડ વચ્ચેનો રેલવે વ્યવહાર બંધ કરાવામાં આવ્યો છે.

જમ્મુ કાશ્મીરમાં હાલ મોટા પ્રમાણમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે. છેલ્લા બે દિવસમાં ૧૫ આતંકવાદીના એન્કાઉન્ટર કરાયા છે.

(3:56 pm IST)