Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

૧૪મી જુને ફેંસલો

GSTમાં મોટી રાહત મળવાની સંભાવના

નવી દિલ્હી, તા. ર :  ૩ મહિના પછી થનારી જીએસટી કાઉન્સીલની મીટીંગમાં ધંધાર્થીઓને રાહત આપવા માટે મોટી જાહેરાત થઇ શકે છે. મીડીયા રિપોર્ટસ અનુસાર, જાન્યુઆરી  ર૦ર૦ સુધી ફાઇલ ન કરાયેલ રીટર્નની લેટ ફી બાબતે આગામી બેઠકમાં ચર્ચા થશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેકટ ટેકસીઝ એન્ડ કસ્ટમ (સીબીઇસી) તરફથી આ માહિતી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કોવિદ-૧૯ મહામારી આઉટ બ્રેક પછી જીએસટી કાઉન્સીલની આ પહેલી મીટીંગ થશે.

મીડીયા રિપોર્ટસ અનુસાર, આપતિ સેસ લગાવવા બાબતે સુત્રોએ જણાવ્યું કે કોવિદ-૧૯ના કારણે ઉત્પન્ન થયેલી વર્તમાન પરિસ્થિતિમાંૈ આવો કોઇપણ નિર્ણય ધાતક સાબિત થઇ શકે છે. તેમણે જણાવ્યું કે આવો કોઇપણ પ્રસ્તાવ વેચાણના આંકડાઓ માટે કાઉન્ટર પ્રોડકટીવ થશે. પહેલા થી જ માંગ અને ખપત ઓછી હોવાના કારણે તેમાં ભારે ઘટાડો થયેલો જ છે. કોઇપણ પ્રકારની સેસ લગાડવાથી વસ્તુઓની કિંમતો વધશે અને તેની અસર વેચાણ પર થશે.

સુત્રોએ માહિતી આપી છે કે જીએસટી કાઉન્સીલની બેઠક ૧૪ જુને વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા થશે. આ પહેલાં જીએસટી કાઉન્સીલની ૩૯મી બેઠક માર્ચમાં પણ કોરોના વાયરસથી અર્થવ્યવસ્થાને થનાર અસર અંગે ચર્ચા થઇ હતી તે વખતે ભારતમાં કોરોનાના કેસ બહુ ઓછા હતા અને લોકડાઉન અંગે કોઇ નિર્ણય નહોતો લેવાયો.

(11:21 am IST)