Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

૨૪ કલાકમાં ૮૧૭૧ નવા કેસઃ ૨૦૪ના મોતઃ કુલ કેસ ૧.૯૮ લાખ ઉપર

દેશમાં કુલ મૃત્યુઆંક ૫૫૯૮: મહારાષ્ટ્રમાં ૭૦,૦૦૦થી વધુ કેસ અને ૨૩૬૨ લોકોના મોત થયા છેઃ ગુજરાતમાં ૧૭૨૦૦ કોવિડ-૧૯માં સપડાયાઃ મૃત્યુઆંક ૧૦૬૩: ભારતમાં મોટી સંખ્યામાં દર્દીઓ સાજા પણ થઈ રહ્યા છેઃ ૪૮ ટકા લોકોએ કોરોના સામેનો જંગ જીત્યોઃ સ્વાસ્થ્ય મંત્રાલયનું એલાન

નવી દિલ્હી, તા. ૨ :. ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૮૧૭૧ નવા કેસ સામે આવ્યા છે અને આ દરમિયાન ૨૦૪ લોકોના મોત થયા છે. આ સાથે દેશભરમાં કોરોના પોઝીટીવ કેસની કુલ સંખ્યા ૧૯૮૭૦૬ થઈ છે. જેમાંથી ૯૭૫૮૧ સક્રિય છે અને ૯૫૫૨૭ લોકો સાજા થયા છે કે તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ ૫૫૯૮ લોકોના મોત થયા છે.

 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યુ છે કે દેશમાં કોરોના વાયરસના દર્દીઓ સતત વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં દર્દીઓની સંખ્યા વધીને ૭૦૦૧૩ થઈ છે. જેમાંથી ૩૭૫૪૩ લોકોનો ઈલાજ ચાલી રહ્યો છે, તો ૩૦૧૦૮ લોકો સાજા થયા છે. રાજ્યમાં ૨૩૬૨ દર્દીઓના મોત થયા છે.

જ્યારે દિલ્હીમાં ૨૦૮૩૪ કેસ આવ્યા છે અને તેમાથી ૮૭૪૬ લોકો સાજા થયા છે. ૧૧૫૬૫ દર્દીઓ સક્રીય છે અને ઈલાજ ચાલુ છે. દિલ્હીમાં મૃત્યુઆંક ૫૨૩નો થયો છે. તામીલનાડુમાં કેસ ૨૩૪૯૫ અને ૧૮૪ લોકોના મોત થયા છે.

ગુજરાતમાં અત્યાર સુધી ૧૭૨૦૦ દર્દીઓ મળી ચૂકયા છે. જેમાંથી ૫૩૫૭ સક્રીય છે અને ૧૦૭૮૦ લોકો સાજા થયા છે. અત્યાર સુધીમાં ૧૦૬૩ લોકોના મોત થયા છે. યુપીમાં ૮૭૫ કેસ અને ૨૧૭ના મોત થયા છે. બિહારમાં ૩૯૨૬ કેસ અને ૨૪ના મોત થયા છે. તો ઝારખંડમાં ૬૫૯ લોકો બિમાર પડયા છે અને ૫ના મોત થયા છે.  દેશમાં રાહતની વાત એ છે કે મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઈ રહ્યા છે. ૧૪ રાજ્યોમાં ઈલાજ કરાવી રહેલા દર્દીઓની સંખ્યાથી વધુ સ્વસ્થ થઈ ચૂકયા છે દર્દીઓ. ૪૮ ટકા લોકો જંગ જીત્યા છે. પંજાબમાં સ્વસ્થ થવાનો દર સૌથી વધુ છે.

(11:18 am IST)