Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ૮-૮ ઇંચ ખાબકશે

હવામાન ખાતાની આગાહી ધ્યાન ખેંચતી વિગતોઃ ૭૦ ટકા કેરળમાં ૧ થી ૬ ઇંચ વરસાદ પડી ગયેલ, હજુ પણ ચાલુ

-  જુલાઇમાં ૧૦૩ % વરસાદ

- ઓગષ્ટમાં ૯૭ % વરસાદની સંભાવના

- વરસાદની ખાદ્ય રહેવાની શકયતા પ %

- નોર્મલ નીચે વરસાદ રહેવાની શકયતા ૧૫ %

- નોર્મલ વરસાદની શકયતા ૪૧  %  (જે ખુબ સારૂ કહેવાય)

- નોર્મલથી વધુ વરસાદની સંભાવના ૨૫ %

- વધુ પડતા વરસાદ વરસાદના ચાન્સ ૧૪  % આ વર્ષના જુન-સપ્ટેમ્બરના ચોમાસામાં રહેશે.

- વાવાઝોડુ ૩જી જુને બપોર પછી હરીહરેશ્વર (રાયગઢ-મહારાષ્ટ્ર) અને દમણની વચ્ચેથી પસાર થશે. ૧૦૦ કિ.મી. આસપાસ ઝડપની શકયતા.

- ૧ જુનથી ૩૦ સપ્ટેમ્બર ૪ મહિનાના નૈઋત્યના ચોમાસામાં આ વર્ષે નોર્મલથી વધુ ૧૦૨  % વરસાદ, દેશભરમાં રહેવા સંભાવના જેમાં ૪  % પ્લસ-માઇનસ થઇ શકે છેે. (સરેરાશ ૮૮ સે.મી. વરસાદ)

- દેશના ઉત્તર-પશ્ચિમના ભાગોમાં ૧૦૭ % વરસાદની સંભાવના

- મધ્ય ભારતમાં આ ચોમાસામાં ૧૦૩%  સરેરાશ વરસાદ રહેશે.

- દક્ષિણ ભારતમાં ૧૦૨ % વરસાદ રહેશે. અને દેશના ઉત્તર-પૂર્વ (નોર્થ-ઇસ્ટ)માં છેલ્લા કેટલાક વર્ષોની જેમ આ વર્ષે પણ સરેરાશથી ઓછો ૮૬ % વરસાદ રહેવા ધારણા છે. અહિં ૮ ટકા પ્લસ માઇનસ ગણી લેવાનું એટલો ફેરફાર રહી શકે.

- ૭૦ % કેરળમાં ૧ થી ૬ ઇંચ વરસાદ પડી ગયો છે અને ધમધોકાર વરસાદ ચાલુ છે.

- ઓગષ્ટ સપ્ટેમ્બરમાં ''વીક'' લા-નીનો ઉદભવશે જે નૈઋત્યના ચોમાસા માટે ખુબ સારૂ ગણાય છે.

- બધા મોડેલ્સ જોતા આ વખતનું ૧૦૨ % રહેશે. જેમાં પ્લસ-માઇનસ ૪ %નો તફાવત રહી શકે છે. ૪ % વધુ પણ રહે, ૪ % ઓછુ પણ રહે.

- કેરળના કાંઠે સતત કનેકટીવ કલાઉડ અને સ્ટ્રોન્ગ સાઉથ-વેસ્ટર્નલી પવનોને લીધે ૩ દિવસથી કેરળમાં સાર્વત્રીક મધ્યમથી ભારે વરસાદ પડે છે. ૭૦થી વધુ ટકા ભાગોમાં ૧ થી ૬-૮ ઇંચ પાણી પડયું છે. ૩૦ ટકા ભાગોમાં હજુ થોડો ઓછો છે. કેરળના કોઝીખોડ ત્રિવેન્દ્રમ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વર્ષા પડી રહી છે.

- મોનસુન સીસ્ટમ્સ પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં સક્રિય હોય દરિયો અશાંત અને તોફાની-અતિ તોફાની સ્વરૂપ પકડયું છે.

- આજે ડીપ ડિપ્રેસનમાં ફેરવાય તોફાની વાવાઝોડામાં પરિવર્તીત થયું છે. ઉત્તર-પૂર્વ તરફ ગતિ કરી રહેલ છે. અને આવતીકાલે ૩જી જુને બપોર પછી મહારાષ્ટ્રમાં-દક્ષિણ ગુજરાતના તટ વચ્ચે હરી હરેશ્વર (રાયગઢ) અને દમણ વચ્ચેથી ૧૦૦ કી.મી. આસપાસ ઝડપે ફુંકાશે. તેમ હવામાન ખાતુ કહે છે.

- આ વાવાઝોડાના પ્રભાવમાં વરસાદ જોરદાર રૂપ પકડશે. મહારાષ્ટ્રના કાંઠાના વિસ્તારો, મધ્યમહારાષ્ટ્ર સિંધુ દુર્ગથી શરૂ કરીને રત્નાગીરી, થાણે, રાયગઢ,મુંબઇ, પાલઘરમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. કેટલેક સ્થળે ૨૦ સે.મી. ૮ ઇંચ જેવો અતિ ભારેથી ભારે વરસાદ પડવાની ચેતવણી ભારતીય હવામાન ખાતાએ આપી છે.

- આ ડિપ્રેશન ૪૫ થી ૬૫ કી.મી. ઝડપે ફુંકાઇ રહયું છે. જે આજે વાવાઝોડાનું રૂપ ધારણ કરી ૬૦ થી ૭૦ કિ.મી. ઝડપ પકડીને કાલે ૩જી તારીખે કાંઠેથી પસાર થશે ત્યારે સીવીયર સાયકલોનનું સ્વરૂપ પકડી ૯૦ થી ૧૦૫ કિ.મી. ઝડપે ફુંકાશે. જેનાથી કાંઠાના વિસ્તારોમાં તારાજીની સંભાવના

- હવામાન ખાતુ આજે અને કાલે દર ૩ થી ૬ કલાકે ખાસ બુલેટીન બહાર પાડશે.

- માછીમારોને ૪થી  તારીખ સુધી સમુદ્રથી દુર રહેવા અને ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, લક્ષદ્રિપ, કર્ણાટકમાં સમુદ્રમાં જે કોઇ માછીમારો ગયા હોય તેમને પરત સલામત સ્થળે પહોંચવા જાણ્યું છે.

- મુંબઇ સહિતના કાંઠાના શહેરોના નીચાણ વિસ્તારોમાં પાણી ભરાશે તેવી ચેતવણી આપી છે.

- જીલ્લાવાઇઝ સ્થિતિ અંગે વિગતે આજે જાહેર થશે.

- હવામાન ખાતુ કહે છે આ જે વરસાદ ગુજરાત- મહારાષ્ટ્રમાં પડે છે / પડશે તે ચોમાસુ વરસાદ નથી. ચોમાસુ વરસાદ નથી માટે હજુ રાહ જોવી પડશે.

- વાવાઝોડુ રાયગઢથી દમણ સુધીના સમુદ્ર વિસ્તારને સૌથી વધુ હિટ કરશે. જેમા મુંબઇ-થાણે જેવા શહેરો આવી જાય છે.

- આજે એકઝેકટ વિગતો જાહેર થશે.

- આ ચોમાસામાં કેટલા દિવસ ભારે વરસાદ, કેટલા દિવસ સક્રિય વરસાદ પડશે. એકઝેટ સ્થળો વગેરે અંગે આગાહી કરતા હજી થોડા વર્ષો વિતી જશે. રિસર્ચ ચાલુ છે.

- વાવાઝોડુ સૌથી વધુ ૯૦ થી ૧૦૫ કિ.મી. સુધીની ખતરનાક સ્પીડ કાલે ૩જીએ બપોર બાદ પકડનો અને તટ ઉપરથી પસાર થશે.

- આ વાવાઝોડાની અસર અંગે મહારાષ્ટ્ર-ગુજરાતના કાંઠાના વિસ્તારો ખાસ કરીને મહારાષ્ટ્રના મુંબઇ, થાણે, રાયગઢ, રત્નાગીરી, સિંધુ દુર્ગને હાઇએલર્ટ કરાયા છે. અહિ સૌથી વધુ અસરની સંભાવના છે.

- આ સીઝનમાં દેશ આખાના પ્રમાણમાં બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળમાં ઓછો વરસાદ (નોર્થ-ઇસ્ટ ૯૬ ટકા ) થવા સંભાવના છે.

(11:17 am IST)
  • જામનગર ગ્રીન માર્કેટમાં તમાકુ સોપારી વેપારીઓને ત્યાં જીએસટી વિભાગના દરોડા : હાલ સર્ચ ઓપરેશન ચાલુ :વેપારી આલમમાં તેમજ ગ્રીન માર્કેટના વેપારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે access_time 9:08 pm IST

  • કોવિદના કાળમુખા પરિણામો શરૂ : દેશના ૩૫ ટકા માઇક્રો, સ્મોલ અને મીડીયમ એન્ટરપ્રાઇઝો તથા ૩૭ ટકા સેલ્ફ એમ્પ્લોઇડ લોકોએ તેમના કામકાજ બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. access_time 5:33 pm IST

  • દિલ્હી બોર્ડર સીલ કરવાના નિર્ણય વિરુદ્ધ હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી : 4 જૂનના રોજ સુનાવણી access_time 8:00 pm IST