Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

મહારાષ્ટ્રમાં કડક કાયદો

ભૂલથી પણ જાહેરમાં બીડી કે સીગારેટ પીતા પકડાયા તો થશે ૩ મહિનાની સજા

મુંબઇ, તા.૨: મહારાષ્ટ્ર સરકારે કોરોનાની ચેપી મહામારીને નાબૂદ કરવાની સાથોસાથ જાહેરમાં થૂંકનારા અને ધૂમ્રપાન કરનારા લોકો વિરુદ્ઘ પણ કડક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. રાજય સરકારના જાહેર આરોગ્ય ખાતાના પ્રધાન રાજેશ ટોપેએ કે, રાજયમાં કોઈ વ્યકિત જાહેર સ્થળોએ થૂંકશે અને ધૂમ્રપાન કરશે તેની વિરુદ્ઘ કડક કાનૂની કાર્યવાહી થશે. તે વ્યકિતને છ મહિનાની જેલની સજા થઈ શકશે. આજ વ્યકિત આજે અપરાધ ફરીથી કરશે તો તેને બે વરસની કેદની સજા થશે. આવી સજાની જોગવાઈ ધ એપિડેમિક ડિસીઝ એકટ, ૧૮૯૭ અને ભારતીય દંડસંહિતા (ઈન્ડિયન પિનલકોડ)માં છે.

જાહેર આરોગ્ય ખાતાના પ્રધાન રાજેશ ટોપેએ એમ પણ કહ્યું હતું કે જાહેર સ્થળોએ થૂંકવાથી કોરોનાનો ચેપ પણ ફેલાઈ શકે છે. આ જ ગંભીર બાબતને ધ્યાનમાં લઈને રાજય સરકારે આ પ્રતિબંધિત કાયદાનો કડક અમલ કરવાનો નિર્ણય કર્યો છે. અમારો પ્રયાસ મુંબઈ અને આખા રાજયમાં પરિસ્થિતિ સામાન્ય અને શિસ્તબદ્ઘ કરવાનો છે.

જાહેર સ્થળોએ પહેલી વખત થૂંકનારી અને ધૂમ્રપાન કરનારી વ્યકિતએ રૂપિયા ૧૦૦૦, બીજી વખત અપરાધ કરનારી વ્યકિતએ રૂપિયા ૩૦૦૦ અને ત્રીજી વખત અપરાધ કરનારી વ્યકિતએ ૫૦૦૦ રૂપિયાનો દંડ ચૂકવવો પડશે. આટલું જ નહીં, અપરાધીએ દંડ ઉપરાંત અમુક સામાજિક કાર્યો પણ ફરજિયાત કરવો પડશે.(૨૩.૫)

 

(10:35 am IST)