Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

સરકાર સામે પડકાર વધ્યો

Moody’sએ ભારતનું રેટિંગ ઘટાડયું: નેગેટીવ આઉટલુક પણ જાળવ્યું

નવી દિલ્હી, તા.૨: જેનો ડર હતો આખરે તેવું જ થયું, મુડીઝે ભારતનું સોવરિન રેટિંગ ઘટાડી દિધું છે, તે સાથે જ આઉટલુકને નેગેટીવ કર્યું છે, પહેલા ભારતનું રેટિંગ 'ગ્ર્ર્ીી૨લૃ હતું, જેને ઘટાડીને 'Baa3' કરવામાં આવ્યું છે, મુડીઝે કહ્યું કે ભારતી સામે ગંભીર આર્થિક મંદીનો ખતરો છે, જેનાં કારણે રાજકોષિય લક્ષ્ય પર દબાણ વધી રહ્યું છે.

મુડીઝે ભારતનાં વિદેશી કરન્સી અને લોકલ કરન્સી લાબાગાળાનાં ઇસ્યુઅરને 'Baa2'થી ઘટાડીને 'Baa3' કરી દિધું છે, ટુંકાગાળાનાં લોકલ કરન્સી રેટિંગને P-2થી ઘટાડીને P-3 કરી દેવામાં આવ્યું છે, આઉટલુકને પણ નેગેટીવ રખાયું છે.

Moody’sએ લગભગ ૧૩ વર્ષ પછી નવેમ્બર ૨૦૧૭માં ભારતનું રેટિંગ ગ્ર્ર્ીી૩દ્મક ગ્ર્ર્ીી૨ અપગ્રેડ કર્યું હતું, ત્રણ વર્ષ પછી તેમાં ફરીથી ઘટાડો કર્યો છે.

મૂડીઝ દ્વારા રેટિંગ ઘટાડવાનો અર્થ એ થયો કે સરકારની મુશ્કેલીઓ આર્થિક અને નાણાકીય સ્તરે વધી રહી છે. તેણે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે આગામી સમયમાં નીતિ ઘડનારાઓ અને સંસ્થાઓને નીતિઓ લાગુ કરવામાં મુશ્કેલી પડશે.

નેગેટીવ આઉટલુકથી એ જાણવા મળે છે કે દેશની અર્થવ્યવસ્થા અને નાણાકીય વ્યવસ્થા ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. આનાથી આગામી સમયમાં રાજકોષિય સ્થિતિ પર દબાણ વધશે.

(9:36 am IST)