Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

દેશમાં જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સામાન્ય એટલે કે 102 ટકા વરસાદ થવાની સંભાવના

ગત વર્ષે હવામાન વિભાગે 96 ટકા વરસાદનું અનુમાન લગાવ્યું હતુ

નવી દિલ્હી : દેશમાં ચોમાસાનું આગમન થયું છે ત્યારે હવામાન વિભાગે પણ દેશમાં ચાલુ વર્ષે સારા ચોમાસાની આગાહી કરી છે. પોતાના લાંબાગાળા પૂર્વાનુમાનનું એલાન કરતા ભારતીય હવામાન વિભાગે કહ્યું કે ચાલુ વર્ષે સારા ચોમાસા માટે અનુકૂળ પરિસ્થિતિ છે.. જેના કારણે દેશમાં જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સામાન્ય એટલે કે 102 ટકા જેટલો વરસાદ થવાની સંભાવના છે. ગત વર્ષે હવામાન વિભાગે 96 ટકા વરસાદનું અનુમાન લગાવ્યું હતુ.

પરંતુ હકીકતમાં 110 ટકા વરસાદ વરસ્યો હતો. ભારતીય અર્થતંત્રનો મોટો હિસ્સો કૃષિ પર નિર્ભર છે. ત્યારે વધુ એક સારા ચોમાસાથી દેશના અર્થતંત્રને આગળ વધવામાં ફાયદો મળી શકે છે. સાથે જ કૃષિ જણસોનું પણ બમ્પર ઉત્પાદન થઇ શકશે.

(12:40 am IST)
  • સીબીઆઈ હેડકવાર્ટરમાં બે અધિકારીઓ કોરોના સંક્રમિત : કોરોના વાયરસના સંક્રમણના કારણે દિલ્હીના સીબીઆઈ મુખ્યાલયના બે અધિકારીઓ પોઝીટીવ આવતા બન્નેને કવોરન્ટાઈનમાં મોકલી દેવાયા છેઃ આ બન્ને અધિકારીઓ હેડકવાર્ટરમાં ફરજ ઉપર હતા access_time 12:45 pm IST

  • કલેકટરની સાંજે મેડીકલ ઓફિસરો સાથે મીટીંગ અને વીસીઃ રૂટીન કામગીરી શરૂ કરી દેવા -કોવિડ-૧૯ અને ચોમાસુ રોગચાળા અંગે સમીક્ષા : રાજકોટ કલેકટર રેમ્યા મોહન દ્વારા સાંજે સીવીલ સર્જન મેડીકલ કોલેજના ડીન-જીલ્લા આરોગ્ય અધિકારી તથા કોર્પોરેશનના આરોગ્ય અધિકારી સહિત તમામ મેડીકલ ઓફિસરો સાથે મીટીંગ અને વીસી યોજાશેઃ જેમા સગર્ભા સારવાર - ધાત્રી માતા સહિતની મેડીકલ કામગીરી શરૂ કરી દેવાઃ કોવિદ-૧૯માં હવે અનલોક-૧માં કયા પ્રકારની ખાસ સાવચેતી અને આગામી ચોમાસુ રોગચાળા અંગે સમીક્ષા થશે access_time 3:50 pm IST

  • ભરૂચ:માંડવા ગામે દારૂ ભરેલી કાર ઝડપી પાડી પોલીસ સ્ટેશન લઈ જતી વેળા અકસ્માત સર્જાતા બે લોકો ઇજાગ્રસ્ત:દારૂ ભરેલી કારની સીટ નિકળી જતા ચાલકે કાબુ ગુમાવ્યો હતો:ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા:બનાવની અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના ચોપડે નોંધ કરાઈ access_time 8:44 am IST