Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

દિલ્હીમાં સીએનજી મોંઘો : ભાવમાં પ્રતિ કિલોએ એક રૂપિયાનો વધારો ઝીકાયો : સવારે છ વાગ્યાથી લાગુ

નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં પણ સીએનજીના ભાવમાં ફેરફાર

નવી દિલ્હી : દિલ્હીમાં લોકડાઉનમાં લગભગ દરેક ગતિવિધિઓને છૂટ આપી દેવામાં આવી છે. આ વચ્ચે દિલ્હી સરકારે સોમવારે સાંજે સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ 1 રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી છે. આ નવો ભાવ 2 જુન વહેલી સવારે 6 વાગ્યાથી લાગૂ થશે.

રાજધાની દિલ્હી ક્ષેત્રમાં હાલ સીએનજીનો ભાવ 42 રૂપિયા પ્રતિ કિલો છે તેમાં ફેરફાર કરતા 1 રૂપિયા પ્રતિ કિલોના હિસાબથી વધારો કરવામાં આવ્યો છે. હવે ગ્રાહકોને એક કિલો સીએનજી માટે 43 રૂપિયા ચુકવવા પડશે.

આ નવા દર 2જી જુન વહેલી સવારે 6 વાગ્યાથી અમલમાં આવશે, આ સાથે નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં પણ સીએનજીના ભાવમાં ફેરફાર થયો છે. આ જગ્યાએ સીએનજી હવે 47.75 રૂપિયા પ્રતિ કિલોની જગ્યાએ 48.75ના ભાવથી વેચાશે.

ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ(IGL) દિલ્હી આસપાસના વિસ્તારમાં ગાડીઓ માટે સીએનજી અને ઘર માટે પીએનજીની સપ્લાઈ કરે છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, 02 જુન 2020ની સવારે 6 વાગ્યાથી સીએનજીના ભાવ 42 રૂપિયાથી 43 રૂપિયા પ્રતિ કિલો હશે. આઈજીએલએ એક ટ્વીટમાં આ જાણકારી આપી. જો કે પીએનજીના ભાવમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો.

(12:07 am IST)