Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

ICMRના વરિષ્ઠ વૈજ્ઞાનિકને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો

મુંબઈ નિવાસી વૈજ્ઞાનિક તાજેતરમાં જ દિલ્હી આવ્યા હતા : કાર્યાલયને સૅનેટાઇઝ કરાયું

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના એક વરિષ્ઠ વૈજ્ઞાનિક કોરોના વાઇરસથી ચેપગ્રસ્ત થયા છે.સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે વૈજ્ઞાનિકના કોરોના ટેસ્ટનો આ રિપોર્ટ આવ્યા પછી આઈસીએમઆરના કાર્યાલયમાં સૅનિટાઇઝેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે.મુંબઈના રહેવાસી આ વૈજ્ઞાનિક થોડા દિવસો પહેલાં દિલ્હી આવ્યા હતા. રવિવાર સવારે તેમનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો.

આ વૈજ્ઞાનિક આઈસીએમઆરની મુંબઈ શાખા- 'નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર રિસર્ચ ઇન રિપ્રોડક્ટિવ હૅલ્થ'માં કાર્યરત છે.આઈસીએમઆરની ઇમારતમાં સાફસફાઈનું કામ આવનારા બે દિવસ સુધી ચાલશે.ચેપગ્રસ્ત વૈજ્ઞાનિક થોડા દિવસો પહેલાં એક બેઠકમાં સામેલ થયા હતા, જેમાં આઈસીએમઆરના મહાનિદેશક ડૉ. બલરામ ભાર્ગવ પણ હાજર રહ્યા હતા.નોંધનીય છે કે આ પહેલાં આઈસીએમઆર તરફથી કર્મચારીઓને ઘરેથી કામ કરવા સૂચિત કરાયા હતા

(12:00 am IST)