Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીની અટકાયત

લોકડાઉનનો ભંગ કરીને રાજઘાટ પર સમર્થકો સાથે વિરોધ પ્રદર્શન કર્યું

નવી દિલ્હી : દિલ્હી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ મનોજ તિવારી લૉકડાઉન તોડીને પોતાના સમર્થકો સાથે દિલ્હીના રાજઘાટ પર પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. રાજઘાટ પર પ્રદર્શન માટે પહોંચેલા મનોજ તિવારીને પોલીસે અટકાયત કરી હતી. લૉકડાઉનના નિયમોના ઉલ્લંઘન માટે મનોજ તિવારીની અટકાયત કરાઇ હતી.

અટકાયતમાં લીધા બાદ મનોજ તિવારીએ લૉકડાઉન તોડવાની વાત ફગાવી દીધી. માસ્ક લગાવેલા દિલ્હી ભાજપના અધ્યક્ષે કહ્યું કે અમે વિરોધ પ્રદર્શન સોશિયલ ડિસ્ટેન્સિંગની સાથે કરી રહ્યા હતા અને પોલીસનું સન્માન કરીએ છીએ. તેઓએ કહ્યું કે અમે લોકો નિયમ-કાયદા મુજબ જ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા

(12:00 am IST)