Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

પશ્ચિમ બંગાળ અને ઓડીસામાં અંફાન વાવાઝોડાના અસરગ્રસ્તોની વહારે સેવા ઇન્ટરનેશનલ : પ્રથમ તબક્કે 10 હજાર ડોલર મોકલ્યા

હ્યુસ્ટન : ભારતના પશ્ચિમ બંગાળ અને ઓડિસાને ઝપટમાં લઇ જાનમાલની તારાજી વહોરનાર અંફાન વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકોની વહારે યુ.એસ.ના હ્યુટન સ્થિત સેવા ઇન્ટરનેશનલ પ્રથમ તબક્કે 10 હજાર ડોલર મોકલ્યા છે.
16 મે થી 21 મે દરમિયાન 105 કી.મી.ની ઝડપે ત્રાટકેલા આ વાવાઝોડાએ ખેતીવાડી , માછીમારી ,તેમજ જુદા જુદા વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ભારે હાનિ પહોંચાડી હતી.તેવા સંજોગોમાં જાનમાલની ખુવારી વચ્ચે ઉપરોક્ત મદદ મોકલાઈ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:32 pm IST)