Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

" સમોસા સાથે કેરીની ચટણી ખાવા આવો " : ઓસ્ટ્રેલિયાના પ્રાઈમ મિનિસ્ટર સ્કોટ મોરિસનનું ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને ટવીટરના માધ્યમથી આમંત્રણ : કોરોના વાઇરસ સામેનું યુદ્ધ પૂરું થયા પછી ચોક્કસ સાથે મળી સમોસા ખાવાનો આનંદ માણશું : શ્રી નરેન્દ્ર મોદી

કેનબરા : ઓસ્ટ્રેલિયાના પ્રાઈમ મિનિસ્ટર સ્કોટ મોરિસને ગઈકાલ રવિવારે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને ટવીટરના માધ્યમથી સમોસા અને કેરીની ચટણી ખાવા માટે આવવાનું આમંત્રણ આપ્યું હતું . જેનો નરેન્દ્રભાઈ સ્વીકાર કરતાં જણાવ્યું હતું કે કોરોના વાઇરસ સામેનું યુદ્ધ પૂરું થયા પછી ચોક્કસ સાથે બેસી સમોસા ખાવાનો આનંદ માણશું
ઉલ્લેખનીય છે કે 4 જૂનના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શિખર પરિષદ યોજાવાની છે.જેમાં ઘણી બાબતો વિષે ચર્ચાઓ અને કરારો થવાની શક્યતા છે.

(1:19 pm IST)