Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

લડાખ બોર્ડર ઉપર તંગ પરિસ્થિતિ : ચીને 4 કી.મી.લાંબી સડક બનાવી લીધી

પેજિંગ : લડાખ બોર્ડર ઉપર તંગ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું જાણવા મળે છે.ચીને આ બોર્ડર ઉપરના પોતાના વિસ્તારમાં 4 કી.મી.લાંબી પાકી સડક તૈયાર કરી લીધી છે.આ વિસ્તાર ખાબડખૂબડ અને દુર્ગમ વિસ્તાર છે.પરંતુ તેના પેટાળમાં  ખનીજના  ભંડાર હોવાનું માનવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા 26 દિવસથી ભારત અને ચીન વચ્ચે વાટાઘાટ થઇ રહી છે.સામે પક્ષે બોર્ડર ઉપર બંને દેશોના હજારો સૈનિકોની ફોજ તહેનાત છે.

(12:03 pm IST)