Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

મહારાષ્‍ટ્રના ખેડૂતો પ જુને ફરીથી રસ્‍તા પર ઉતરશે : ખેડુતો દ્વારા જાહેરાત કરાઇ: માંગ નહિ માનવામાં આવશે તો આંદોલનની ચેતવણી મહારાષ્‍ટ્રમાં પુરતી ખાંડ ઉત્‍પન્‍ન થાય છે તો પછી તેની પાકિસ્‍તાથી આયાત શા માટે ? તેવો પ્રશ્‍ન ઉઠાવતા ખેડૂત આગેવાનો

મુંબઇ : મહારાષ્‍ટ્રના ખેડૂતો તા. પ જુને ફરીથી રસ્‍તા પર ઉતરશે આ અંગે ખેડૂતો દ્વારા જાહેરાત કરાઇ છે. માંગ નહિ માનવમાં આવે તો આંદોલનની ચેતવણી અપાય છે. મહારાષ્ટ્રમાં પુરતી ખાંડ ઉત્‍પન્‍ન થાય છે તો પછી તેની પાકિસ્‍તાથી આયાત શા માટે તેવો પ્રશ્‍નો ખેડૂતો આગેવાનોએ ઉઠાવ્‍યો છે.

વર્ષે માર્ચમાં મહારાષ્ટ્રનાં 30 હજાર કરતા વધારે ખેડૂતોની દેવા માફી સહિત અલગ અલગ માંગણીઓ મુદ્દે વિધાનસભાનો ઘેરાવો કરવા માટે નાસિકથી ચાલીને મુંબઇ પહોંચ્યા હતા. દરમિયાન રાજ્યની ભાજપ સરકારે ઝુકવું પડ્યું હતું અને ખેડૂતોની દેવા માફીનાં સ્વિકારનું આશ્વાસન આપ્યું હતું. બીજી તરફ મહારાષ્ટ્રનાં ખેડૂત સંગઠનોએ કહ્યું કે, જો તેમની માંગ નહી માનવામાં આવે તો રાજ્યનાં ખેડૂતો એકવાર ફરી રસ્તા પર ઉથરશે. ખેડૂતોએ કહ્યું કે, તેઓ સાત જુને શહેરનાં ગ્રાહકોને પહોંચાડાતો પુરવઠ્ઠો અટકાવી દેશે. ખેડૂતોએ 10 જુને સમગ્ર મહારાષ્ટ્રમાં ચક્કાજામની જાહેરાત પણ કરી હતીબીજી તરફ ખેડૂતો દેશવ્યાપી વિરોધ પ્રદર્શનનાં બીજા દિવસે શનિવારે મહારાષ્ટ્રનાં નાસિક જિલ્લામાં અલગ અલગ બજાર સમિતીઓ સુધી શાકભાજી પહોંચાડવા અને જિલ્લામાં દુધ એકત્રીત કરવાની પ્રક્રિયા પણ પ્રભાવિત થઇ હતી. વિરોધ પ્રદર્શનમાં ભાગ લઇ રહેલા કૃષી સંગઠનોમાંથી એક વરિષ્ઠ પદાધિકારીએ અંગે માહિતી આપી હતી

અહીંના ખેડૂતોની માંગણી એ છે કે - મહારાષ્ટ્રનાં 89 લાખ ખેડૂતોની દેવા માફી કરવામાં આવે. સરકારે 34 હજાર કરોડ રૂપિયાનું દેવુ માફ કરવાનું વચન આપ્યું જે હાલ અધુરૂ છે

- હાલ દાળની આયાત મોજેમ્બિકથી કરવામાં આવે છે તેને અટકાવવામાં આવે.

 ખેડૂતોનું કહેવું છે કે મહારાષ્ટ્રમાં પુરતી ખાંડનું ઉત્પાદન થઇ રહ્યુ છે, પાકિસ્તાનથી તેનું આયાત કરવામાં આવેછે તેને અટકાવવામાં આવવું જોઇએ. - મહારાષ્ટ્રમાં પુરતા પ્રમાણમાં દુધ હોવા છતા પણ રાજ્ય સરકાર ગુજરાત અથવા અન્ય રાજ્યોથી આયાત કરે છે. સરકારે તે બંધ કરીને સ્થાનિક ખેડૂતો પાસેથી દુધ ખરીદવું જોઇએ

- રાજ્યનાં ખેડૂતોને પ્રતિ લિટર 17 રૂપિયા મળે છે, જ્યારે સરકારનો પ્રસ્તાવ 27 રૂપિયા પ્રતિ લિટર હતો. ગ્રાહકોને 42 રૂપિયા પ્રતિ લિટર દુધ મળે છે, તેને તર્ક સંગત બનાવવામાં આવવું જોઇએ.

(12:24 am IST)