Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

ફિલ્‍મ નિર્માતા અભિનેતા અરબાઝ ખાને થાણે પોલીસ સમક્ષ IPLમાં સટ્ટેબાજીનો ગુન્‍હો કબુલ્‍યો : બુકી સોનુ જાલાન સાથેના સબંધની વાતનો સ્‍વીકાર: સરકારી સાક્ષી બને તો કેસમાં પોલીસ નર્માઇ વર્તી શકે છે

 

નવી દિલ્હી: ફિલ્‍મ નિર્માતા અને અભિનેતા અરબાઝ ખાતે થાણે પોલીસ સમક્ષ IPLમાં સટ્ટે બાજીનો ગુન્‍હો કબુલ કરી લીધો છે. અને બુકી સોનુ જાલાન સાથેના સંબંધની વાતનો પણ તેમણે સ્‍વીકાર કરી લીધો છે. સરકારી સાક્ષી બને તો કેસમાં પોલીસ નર્માઇ વર્તી શકે છે.

પૂછપરછમાં અરબાઝે જણાવ્યું હતું કે તેમણે ગત વર્ષે આઇપીએલમાં મેચોમાં સટ્ટો લગાવ્યો હતો અને 2.75 કરોડ રૂપિયા હાર્યા હતા. અરબાઝે જણાવ્યું કે ગત 6 વર્ષોથી સટ્ટેબાજીમાં છે

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આઇપીએલ 2018માં આખી સીઝનમાં બુકી સોનૂ જાલાને 500 કરોડ કમાયા હતા અને ફાઇનલ મેચમાં તેણે 10 કરોડ કમાયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે અરબાઝ ખાને મુદ્દે મુખ્ય સાક્ષી બનવાની ઇચ્છા વ્યક્ત કરી છે. જો અરબાઝ ખાન કેસમાં મુખ્ય સાક્ષી બની જાય છે તો તેમની સાથે નરમાઇ વર્તવામાં આવશે. જોકે થાણે પોલીસ જો મુખ્ય આરોપી બુકી સોનૂ જાલાન પર મકોકા લગાવે છે તો તેની સાથે સંકળાયેલા લોકો પર મકોકા લગાવવામાં આવશે.

એવામાં જો અરબાઝ ખાન સરકારી સાક્ષી બની જાય છે તો તેમની સાથે કેસમાં નરમાઇ વર્તાવામાં આવશે. પોલીસે અરબાઝ ખાન સાથે પૂછપરછમાં પૂછપરછ કરી હતી કે દરેક ડીલ બાદ પૈસા કેમ આપ્યા? તેના પર અરબાઝે કહ્યું ''સોનૂ અમારી ફિલ્મી પાર્ટીમાં આવતો હતો. ફિલ્મની સફળતા વિશે તે જાણતો હતો. સારી ઓળખાણ હતી. તેને પૈસા ડુબવાનો ખતરો હતો

તમને જણાવી દઇએ કે આજે અરબાઝ ખાન થાણે એંટી એક્સટોર્શન સેલ સમક્ષ હાજર થવા પહોંચ્યા હતા. થાણે પોલીસ સમક્ષ હાજર થતાં પહેલાં તે પોતાના ભાઇ સલમાન ખાનને પણ મળ્યા હતા.

તે શેરાની સાથે ક્રાઇમ બ્રાંચે શુક્રવારે તેમના નામનું સમન્સ જાહેર કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઇએ કે આઇપીએલ સ્પોટ ફિક્સિંગ મામલે દિલ્હી પોલીસે એસ શ્રીસંત, અજીત ચંદીલા અને અંકીત ચૌહાણ સહિત 26 આરોપીઓ વિરૂદ્ધ મકોકા લગાવવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર સરકારે 1999માં મકોકા (મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ) બનાવ્યો હતો. તેનો મુખ્ય હેતુ સંગઠિત અને અંડરવર્લ્ડ ક્રાઇમને ખતમ કરવાનો હતો. 2002માં દિલ્હી સરકારે પણ તેને લાગૂ કરી દીધો છે

તમને જણાવી દઇએ કે મકોકા લાગ્યા બાદ આરોપીઓને સરળતાથી જામીન મળતા નથી, પરંતુ જો પોલીસ 180 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી શકતી નથી, તો આરોપીને જામીન મળી શકે છે.

મકોકા હેઠળ આરોપીના પોલીસ રિમાંડ 30 દિવસ સુધી હોય શકે છે, જ્યારે આઇપીસી હેઠળ અધિકત્તમ 15 દિવસ હોય છેસૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અરબાઝ ખાન બાદ હવે થાણે પોલીસ વિંદૂ દારા સિંહને પણ સમન મોકલી શકે છે. સોનૂએ પૂછપરછમાં જણાવ્યું કે વિંદૂ દારા સિંહ પણ તેમને બે વખત મળી ચૂક્યા છે. વિંદૂએ સોનૂ દ્વારા પ્રેમ તનેજા સાથે મુલાકાત કરાવી હતી. પ્રેમ તનેજા પણ બુકી છે, જેને આઇપીએલ ફિલ્સિંગ સટ્ટેબાજીના આરોપમાં મુંબઇ ક્રાઇમ બ્રાંચે વિંદૂ દારા સિંહ સાથે ધરપકડ કરવામાં આવી હતી. વિંદૂ દારા સિંહ ચેન્નઇ સુપર કિંગ્સના માલિક અને પૂર્વ બીસીસીઆઇ ચીફ એન. શ્રીનિવાસનના જમાઇ ગુરૂનાથ મયપ્પન સાથે મળીને સટ્ટેબાજી કરી હતી. વિંદૂ અને મયપ્પનને પણ સટ્ટેબાજે ખૂબ પૈસા ગુમાવવા પડ્યા હતા

પૂછપરછ દરમિયાન સોનૂ જાલાને જણાવ્યું કે અરબાઝ સાથે તેની મુલાકાત મુંબઇ પોલીસના એક્સ ઇંસ્પેક્ટર રાજકુમાર કોથમિરે કરાવી હતી.

રાજકુમારની સોનૂ જાલાન સાથે ખૂબ જૂની મિત્રતા હતી. જોકે સમાચાર પણ સામે આવ્યા છે કે એક્સ ઇંસ્પેક્ટર રાજકુમાર કોથમિરે પણ મામલે  સાક્ષી બનવા માટે તૈયાર છે. રાજકુમાર કોથમિરે સોનૂ સાથે અરબાઝની મુલાકાત કરાવી અને અરબાઝે બીજા બોલીવુડ સેલિબ્રિટીઝને સોનૂ સાથે મુલાકાત કરાવી જે સટ્ટો લગાવવા ઇચ્છતા હતાએવામાં બુકીએ સટ્ટેબાજીમાં મોટી રકમ જીત્યા પછી એક મોટી પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં અરબાઝ ખાન અને બીજા સેલિબ્રિટી પણ સામે થયા હતા. મુંબઇ પોલીસના એક્સ ઇંસ્પેક્ટર રાજકુમાર કોથમિરે સરકારી નોકરીમાંથી થોડા મહિના પહેલાં સ્વૈચ્છિક નિવૃતિ લઇ લીધી હતી અને સોનૂ સાથે બિઝનેસ કરવા લાગ્યા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે જો ઇંસ્પેક્ટર સોનૂને બધી સૂચના આપતો હતો અને તેને ધરપકડથી બચાવતો હતો. સાથે તેમને પન સટ્ટેબાજીમાં પૈસા લગાવ્યા હતા. પૂછપરછમાં સોનૂએ સટ્ટેબાજીમાં બે બાળાઓના નામનો પણ ખુલાસો કર્યો.સોનૂની એક ઓટો પાર્ટ્સની દુકાન પણ છે. સટ્ટેબાજીથી કમાયેલા કાણા નાળો તે બિઝનેસમાં ઉપયોગ કરતો હતો. કહેવામાં આવી રહ્યું છે કે એક્સ ઇંસ્પેક્ટર રાજકુમાર કોથમિરે ખૂબ કોન્ટેક્સમાં છે, જેના માધ્યમથી તે સૂનૂને અરબાઝ ખાન અને બાકીના સેલિબ્રિટીઝ સાથે મુલાકાત કરાવતો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અરબાઝ ખાનની સટ્ટેબાજીની લતથી સલમાન પણ પરેશાન હતો. મલાઇકા અરોડા સાથે તલાક થયા હોવાના લીધે તે સટ્ટેબાજી કરતો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

અરબાઝ સટ્ટેબાજીની રકમ ચૂકવવાના મલાઇકા અરોડાને પણ ફોન આવતા હતા. મલાઇકા ફોનથી પરેશાન થઇ જતી હતી અને તેમાં ઝઘડા પણ થતા હતા

 

સલમાન ખાન અરબાઝની સટ્ટેબાજીની લતથી પરેશાન હતો કે એક વખત તેણે અરબાઝને મારવા માટે હાથ પણ ઉઠાવી લીધો હતો. એવામાં પરિવારના સભ્યોએ બચાવ પણ કર્યો હતો. પૈસા કમાવવાના ચક્કરમાં અને દેવાના પૈસા ચૂકવવાના ચક્કરમાં અરબાઝ ખાન સટ્ટેબાજીમાં વધુ પૈસા લગાવતો ગયો અને હારતો ગયો

(12:17 am IST)