Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

ગામ બંધની જાહેરાત અંગે કેન્‍દ્રીય કૃષિ મંત્રીશ્રી રાધા મોહન સિંહનું નિવેદન : મીડીયામાં આવવા માટે ખેડૂતો આવા પ્રદર્શન કરે છે

પટણા : ગામ બંધની ખેડૂતોએ તા. ૧૦ જુન સુધી જાહેરાત કરી છે. આ અંગે કેન્‍દ્રીય કૃષિ મંત્રીશ્રી રાધા મોહનસિંને જયારે મીડીયાએ આ અંગે સવાલ પુછયો તો તેમણે જણાવેલ કે મીડિયામાં આવવા માટે ખેડૂતો આવા પ્રદર્શન કરે છે. તેમણે કહ્યું કે, કેન્દ્રીય કૃષી મંત્રીએ કહ્યું કે, ખેડૂતોનાં હિતમાં સૌથી વધારે કામ મધ્યપ્રદેશમાં થયું છે. તેમણે કહ્યું કે દેશમાં કરોડોની સંખ્યામાં ખેડૂતો છે. એવામાં કેટલાક ખેડૂતો પ્રદર્શનનો ખ્યાલ પણ નથી. ઉલ્લેખનીય છે કે, ગાવ બંધ દરમિયાન એક જુનથી 10 જુન સુધી ખેડૂતો પોતાનાં ઉત્પાદન (ફળ, શાકભાજી, દુધ અને અનાજ) શહેર નહી મોકલે. રાષ્ટ્રીય ખેડૂત મહાસંઘની આગેવાનીમાં આશરે 170 જેટલા ખેડૂત સંગઠનો ભાગ લઇ રહ્યા છે. જેનાં કારણે આંદોલનનાં એક દિવસ પહેલાથી જથ્થાબંધ વેપારીઓ, વેપારીઓ અને ગ્રાહકો સચેત થઇ ચુક્યા છે. કેટલાક લોકોએ આંદોલનને પહેલાથી ઘરમાં શાકભાજી અને ફલોનો સ્ટોક કરી લીધો છે. બીજી તરફ જથ્થાબંધ વેપારીઓએ પણ શાકભાજી અને ફ્રુટ સહિતની વસ્તુઓનો સ્ટોક કરી લીધો છે. ખેડૂત આંદોલનનો ખેડૂતોને ફાયદો થાય કે નહી પરંતુ વેપારીઓને ખુબ થઇ રહ્યો છે. વેપારીઓ આંદોલનની હુલ આપીને ગ્રાહકોને વધારે માલ ડબલ ભાવ પધરાવી રહ્યા છે.

ઉપરાંત વેચાણ પણ તેમનું અચાનક વધી ગયું છે કારણ કે લોકો ડરનાં કારણે પોતાનાં ઘરમાં શાકભાજી અને ફ્રુટનો સ્ટોક કરવા લાગ્યા છે

(12:21 am IST)