Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

ઉત્તરાખંડના વાદળ ફાટ્યુ : ટિહરી સહિત ચાર જિલ્‍લામાં અસર : હવામાન ખાતા એ ૩૬ કલાક માટે એલર્ટ જાહેર કર્યુ: યાત્રીઓ મુશ્‍કેલીમાં મુકાયા

ઉત્તરાખંડ : ઉત્તરાખંડમાં વાદળ ફાટ્યું હતું અને તેણી અસર ટિહરી સહિત ચાર જિલ્‍લામાં અસર થઇ છે. તેમજ હવામાન ખાતાએ ૩૬ કલાક માટે એલર્ટ જાહેર કર્યુ છે અને યાત્રીઓ મુશ્‍કેલીમા મુકાયા છે. ITBPને એલર્ટ કરાયું છે.

વાદળ ફાટવાની ઘટના બન્‍યા પછી  પાંચ જેટલી બચાવકાર્ય ટીમ ઉત્તરાખંડના અલગ-અલગ વિસ્તારમાં મોકલી દેવામાં આવી છે. બારે વાવાજોડાના કારમે યમુનાઘાટીમાં વિજળીડુલ થઈ ગઈ છે. ઉત્તરાખંડમાં વરસાદની અસર દિલ્હીમાં પણ જોવા મળી છે.

દિલ્હીમાં પણ ભારે પવન સાથે વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે. વાદળ ફાટ્યા બાદ ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. સાંજથી ભારે પવન સાથે વરસાદ વરસી રહ્ય છે. ઉત્તરકાશી, ટિહરી સિવાય પૌડી અને બાલાકોટમાં પણ વાદળ ફાટ્યું છે.

વિસ્તારમાં SDRFની ટીમ રવાના કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ઉત્તરાખંડમાં ખરાબ હવામાનને જોતા બદ્રીનાથ માર્ગને બંધ કરી દેવામાં આવ્યો હતો, જેને હાલ કોલવામાં આવ્યો છે. હવે બદ્રીનાથ અને ગોવિંદઘાટની ગાડીઓને ઋષિકેશ તરફ મોકલવામાં આવી રહી છે. સિવાય બદ્રીનાથ અને હેમકુંડ જતા શ્રદ્ધાળુઓને જોશીમઠમાંજ રોકી દેવામાં આવ્યા છે. જેવા બદ્રીનાથ ગોવિંદઘાટમાં ફસાયેલા યાત્રાળુને નિકાળવામાં આવશે.

ત્યારબાદ જોશીમઠમાં ફસાયેલા લોકોને આગળ મોકલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, પહેલા પણ 2013માં કુદરતે ઉત્તરાખંડમાં પોતાનો કહેર વર્તાવ્યો હતો. જૂન 2013માં વાદળ ફાટવાની ઘટનાથી કુદરતી આફત આવી પડી હતી, જેમાં લગભગ 4500થી વધુ લોકોના મોત નિપજ્યા હતા. લાંબા સમય માટે કેદારનાથની યાત્રા પર રોક લગાવી દેવામાં આવી હતી. એકવાર ફરી કેદારનાથને ફરી વસાવવાની કામગીરી હજુ ચાલુ છે.

(12:11 am IST)