Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

યુપીમાં ભાજપના પૂર્વ ધારાસ્યભના પુત્ર ઉપર સત્તાનો નશો ચડ્યોઃ પોલીસને પિસ્તોલ બતાડી દબંગાઇ કરી

બારાબંકીઃ બારાબંકીના હેદરગઢ વિધાનસભા ક્ષેત્રમાં બનેલી ઘટનામાં પૂર્વ ધારાસભ્ય સુંદર લાલ દીક્ષિતના પુત્ર પંકજ દીક્ષિતે પોલીસ સામે દબંગાઇ કરી હતી. પંકજ દીક્ષિત ઉપર આરોપ લગાવાવમાં આવ્યો છે કે, બીજા કોઇની જીમીન ઉપર કબજો કરાવવા માટે સત્તાનો બળ પ્રયોગ કરીને એસઆઇ શીતલા પ્રસાદ મિશ્રા ઉપર રિવોલ્વર ધરી દીધી હતી. આ ઉપરાંત પોલીસને ધમકાવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.

અંગે જ્યારે પંકજ દીક્ષિત સાથે વાત કરી ત્યારે તેણે પિસ્તોલ બતાવવાની વાતનો તદ્દન નકારી કાઢી હતી. પંકજ દીક્ષિતે સત્તાનો દમ બતાવીને કહ્યું હતું કે, હું બીજેપી નગર અધ્યક્ષ છું. મારા એક અવાજથી કાર્યકર્તાઓ રસ્તા ઉપર ઉતરી જશે. નાના કામ માટે પોલીસ સામે પિસ્તોલ કેમ ધરીશ. પંકજ દીક્ષિતે તમામ આરોપો પોલીસ કર્મચારી શીતલા પ્રસાદ મિશ્રા ઉપર ઢાળી દીધા. તેમણે કહ્યું કે શીતલા પ્રસાદ મિશ્રાએ પૈસા લઇને એક તરફી કાર્યવાહી કરી હતી. એટલા માટે મારે અવાજ ઉઠાવવો પડ્યો અને મારા ઉપર લગાવાવમાં આવેલા બધા આરોપો ખોટા છે.

ઉલ્લેખનીય છે કે, હૈદરગઢ સીએચસીમાં જ્યારે પંકજ દીક્ષિત પહોંચ્યા ત્યારે તેણે જાહેરમાં જ પોલીસ સ્ટેશનને સળગાવવાની ધમકી આપી હતી. જે વીડિયોમાં ચોખ્ખી દેખાય છે. તો બીજી તરફ પોલીસ કર્માચરી શીતલા પ્રસાદ મિશ્રાએ જણાવ્યું હતું કે, હૈદરગઢ પોલીસ સ્ટેશનના દોલતપુર ગામના એક સ્થાનિકે અરજી આપી હતી કે તેની જમીન ઉપર બળજબરી કબજો કરવામાં આવી રહ્યો છે. એટલા માટે હું સ્થળ ઉપર ગયો હતો. ત્યાં પહોંચ્યો તો બીજેપીના પૂર્વ ધારાસભ્ય સંદરલાલ દીક્ષિતના પુત્ર પંકજ દીક્ષિત પહેલાથી જ હાજર હતા. પંકજ દીક્ષિત પોતે ત્યાં બેશીને બીજાની જમીન ઉપર નિર્માણ કાર્ય કરાવી રહ્યા હતા. મને પોલીસ વિભાગમાં નોકરી કરતા કરતા 28 વર્ષ થઇ ગયા છે પરંતુ આવા લોકોના કારણે હવે નોકરી કરવી મુશ્કેલ બની ગઇ છે.

(6:05 pm IST)