Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

કાશ્મીરમાં પથ્થરમારા દરમિયાન સરકારી ગાડી નીચે કચડાયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત

શ્રીનગરઃ અહીં ખાતે પથ્થરમારા દરમિયાન સરકારી ગાડી નીચે ૩ જેટલા લોકો કચડાઇ ગયા હતાં, તે પૈકી એકનું મોત થતા અરેરાટી મચી ગઇ છે.

શ્રીનગરમાં થયેલા પથ્થરમારામાં સીઆરપીએફની એક ગાડીને ટોળાએ ઘેરી લીધી હતી. આ દરમિયાન ગાડીના ચાલકે બચવા માટે ગાડીને ગમે તેમ રીતે બહાર કાઢી હતી પણ આ દરમિયાન ગાડી નીચે કચડાયેલા ત્રણ લોકો પૈકી એકનું મોત થયું હતું. બીજી તરફ સુરક્ષા દળો પર ગ્રેનેડથી હુમલો થતાં બે જવાન સહિત ચાર લોકોને ઈજા થઈ છે.

શ્રીનગરમાં થયેલા પથ્થરમારામાં સીઆરપીએફની એક ગાડીને ટોળાએ ઘેરી લીધી હતી. તેનાં કારણમાં એવું જણાવાઈ રહ્યું છે કે પહેલાં એક યુવક સીઆરપીએફની ગાડી નીચે આવી જતાં ઉશ્કેરાયેલા લોકોએ આ ગાડીને ઘેરી લીધી હતી. જેમાં ગાડી નીચે ત્રણ લોકો દબાયા હતા.

આ ઉપરાંત શ્રીનગરના નૌહટ્ટા વિસ્તારમાં ગઈકાલે ઘૂસી ગયેલા આતંકવાદીઓએ સેનાના એક કેમ્પ પર કરેલા હુમલામાં એક જવાન સહિત બે લોકોનાં મોત થયાં હતાં.જેને કારણે આ વિસ્તારમાં ભારે તંગદિલી ફેલાઈ જવા પામી હતી.

કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોથી અલગ અલગ બનાવમાં પાંચ જેટલા ગ્રેનેડ હુમલા થયા છે. અને તેના કારણે આ વિસ્તારમાં અશાંતિ ફેલાઈ છે. ત્યારે આ વિસ્તારમાં જે પાંચ હુમલા થયા છે તેની જવાબદારી જૈશ એ મહંમદે સ્વીકારી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં જે પાંચ હુમલા થયા છે તેમાં અનેક જવાન સહિત કેટલાક આમ નાગરિકને પણ ઈજા થઈ છે.ત્યારે આ વિસ્તારમાં જે પાંચ ગ્રેનેડ હુમલા થયા છે તે તમામ હુમલા આતંકવાદી સંગઠન જૈશ એ મહંમદે કર્યા હોવાની વાત ખુદ આ સંગઠને જવાબદારી સ્વીકારી છે. પોલીસ તેમજ સુરક્ષા દળોએ આ વિસ્તારમાં એલર્ટ જાહેર કર્યું છે.

(6:03 pm IST)