Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

યુગાન્ડાએ સોશિયલ મિડીયા પ્લેટફોર્મ્સ વોટ્સએપ, ફેસબુક, વાયબર અને ટ્વિટરનો ઉપયોગ કરતા યુઝર્સ પાસેથી ટેકસ વસૂલવાનું નક્કી કર્યું

યુગાન્ડાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ વોટ્સએપ, ફેસબુક, વાયબર અને ટ્વિટરનો ઉપયોગ કરતા યુઝર્સ પાસેથી ટેકસ વસૂલવાનું નક્કી કર્યું છે. આ માટે ત્યાંની સરકારે સંસદમાં એક કાયદો પણ પસાર કર્યો છે.

આ કાયદામાં યુઝર્સ પાસેથી દરરોજના ૨૦૦ શિલિંગ(આશરે ૩.૩૫ રૂપિયા) વસૂલવાની જોગવાઈ કરવામાં આવી છે. યુગાન્ડાના રાષ્ટ્રપતિ યોવેરી મુસેવેનીએ જ આ ટેકસ લાદવા પર ભાર મૂકયો હતો. તેમની દલીલ હતી કે સોશિયલ મીડિયા ચર્ચાને પ્રોત્સાહન આપે છે, જેથી તેના પર ટેકસ હોવો જોઈએ. આ કાયદાને પહેલી જુલાઈથી લાગુ કરવામાં આવશે, પરંતુ કાયદાનો અમલ કઈ રીતે કરવામાં આવશે તે મામલે હજી આશંકા છે.(૨૧.૨૫)

(4:01 pm IST)