Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

આત્મહત્યા અને આત્મહત્યાના પ્રયાસને અપરાધ નહિ ગણાય પણ માનસિક બિમારી ગણાશે

નવો નિયમ.. માનસિક બિમારને બેડી પહેરાવી નહી શકાય, વિજળીના ઝટકા આપી નહિ શકાયઃ નિયમનાં ભંગ બદલ ૨ વર્ષની કેદ કે ૫ લાખનો દંડ કે બંને સજા થઇ શકશે

નવી દિલ્હી તા.૨: આત્મહત્યા અને આત્મહત્યાના પ્રયાસને ગુનો નહિ માનવામાં આવે પણ તેને ગંભીર માનસીક રોગ તરીકે જોવામાં આવશે. આવા રોગીઓ સાથે થતા અત્યાચાર અને દુવ્યવહારને સજાપાત્ર ગુનો ગણાશે.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે માનસીક સ્વાસ્થ્ય દેખભાળ અધિનિયમ-૨૦૧૭ હેઠળ નીયમ બનાવીને સુચનાઓ આપી દીધી છે. એક અધિકારીએ જણાવ્યું કે આત્મહત્યાને માનસીક રોગ ગણીને દર્દીની સારવાર કરાવવામાં આવશે.

માનસીક રોગીઓને બેડીથી જકડવામાં અને વીજળીના ઝટકા દેવા પર પ્રતિબંધ મુકાયો છે. સારવાર માટે અનિવાર્ય હોવાનું જણાય તો એનસ્થેસીયા આપીનેજ વીજળીના ઝટકા આપી શકાશે.

આ ઉપરાંત રોગીઓના અધિકાર પણ નક્કી કરાયા છે. કોઇપણ વ્યકિત પહેલેથી જાણ કરી શકશે કે તેનો ઇલાજ કઇ વિધિથી કરવો. ત્રણ વર્ષથી નાના બાળકને તેની માંથી અલગ નહી કરી શકાય. આ નિયમનો ભંગ કરનારને બે વર્ષની જેલ અથવા પાંચલાખનો દંડ બંન્ને સજા મળી શકશે.

(4:47 pm IST)