Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

અંબાણી - બચ્ચન પરિવાર વગેરે પૂણેની ડેરીનું પીવે છે દૂધ : ૯૦ રૂપિયે લીટર

ડેરીના ૨૨૦૦૦થી વધુ ગ્રાહકોઃ માલિક પાસે ૪૦૦૦ ગાયો છે : દરેકની કિંમત ૧.૭૫ લાખથી ૨ લાખ રૂપિયાઃ આધુનિક પ્લાન્ટ : ગાયો પીવે છે આરઓ પ્લાન્ટનું પાણીઃ અદ્યતન સારસંભાળ

મુંબઇ તા. ૨ : અંબાણી, બચ્ચન, તેંડુલકર, અક્ષય કુમાર જેવા સેલેબ્સના ઘરે કઈ ડેરીનું દૂધ જતું હશે? આ ડેરી મહારાષ્ટ્રના પુના શહેરમાં આવેલી છે અને તેના માલિક દેવેન્દ્ર શાહ છે. શાહ પહેલા કપડાનો વેપાર કરતા હતા ત્યારપછી દૂધના બિઝનેસમાં આવી ગયા.

દેવેન્દ્ર શાહે ૧૭૫ ગ્રાહકો સાથે પ્રાઈડ ઓફ કાઉ પ્રોડકટની શરુઆત કરી હતી. ડેરીનું નામ ભાગ્યલક્ષ્મી રાખવામાં આવ્યુ હતુ. આજે મુંબઈ અને પુનામાં તેમના ૨૨ હજારથી વધારે કસ્ટમર્સ છે. તેમના કસ્ટમર્સમાં અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર, અક્ષય કુમાર, ઋતિક રોશન જેવા સેલેબ્સ શામેલ છે.

આ ડેરીના એક લિટર દૂધની કિંમત ૯૦ રુપિયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ફાર્મમાં લગભગ ૪૦૦૦ ડચ હોલ્સ્ટીન ગાય છે. અને દરેક ગાયની કિંમત ૧.૭૫ લાખથી ૨ લાખ રુપિયા સુધી છે. આ ડેરી ફાર્મ ૨૬ એકર વિસ્તારમાં બનેલું છે, જયાં દરરોજ ૨૫,૦૦૦ લીટરથી વધારે દૂધનું ઉત્પાદન થાય છે. ખાસ વાત એ છે કે અહીંની ગાયો આરઓનું પાણી પીવે છે અને તેના માટે ઉચ્ચ કવોલિટીના ચારાની વ્યવસ્થા કરવામાં આવે છે.

અહીં ગાયને સોયાબીન, અલ્ફા ઘાસ, શાકભાજી અને મકાઈ શામેલ છે. ગાયોનું પેટ સાફ રહે તે માટે તેમને એક ખાસ બ્રાન્ડની આયુર્વેદિક દવાઓ આપવામાં આવે છે. અહીં ગાયનું મૂડ સારુ રહે તે માટે ૨૪ કલાક મ્યુઝિક ચાલુ રાખવામાં આવે છે.

દૂધ નીકાળવાથી લઈને બાઙ્ખટલિંગ સુધીનું કામ ઓટોમેટિક થાય છે. આ સિવાય દૂધ દોહતા પહેલા દરેક ગાયનું વજન અને ટેમ્પ્રેચર ચેક કરવામાં આવે છે. એક સમયે એકસાથે ૫૦ ગાયોનું દૂધ નીકાળવામાં આવે છે. દૂધ પાઈપના માધ્યમથી આગળ જઈને પેશ્ચયુરાઈઝડ થઈને બોટલમાં પેક થઈ જાય છે.

ડેરીનો આખો બિઝનેસ દેવેન્દ્ર શાહની દીકરી અને કંપનીની માર્કેટિંગ હેડ અક્ષાલી સંભાળે છે. દરરોજ ફ્રીઝિંગ ડિલિવરી વાનથી દૂધ સાડા ત્રણ કલાકમાં મુંબઈ પહોંચે છે. અહીં કસ્ટમર લોગ-ઈન આઈડીની મદદથી દૂધનો ઓર્ડર કરે છે.(૨૧.૩૦)

(3:58 pm IST)