Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

દિલ્હીમાં રોજ સો થી વધારે જગ્યાએ આગ

નવી દિલ્હી તા.૨: રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાન ૪૨ સે.થી ઉપર છેે. આના કારણે રાજધાની ના અલગ અલગ વિસ્તારોમાં આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે. છેલ્લા ૧૫ દિવસથી દિલ્હી ફાયર બ્રિગેડને રોજની ૧૦૦ થી વધારે જગ્યાઓએ આગ લાગવાની ફરીયાદો મળી રહી છે. આમાંથી કેટલીક તો ભીષણ આગ હતી જેને બુઝાવવા માટે કલાકો સુધી સખત મહેનત કરવી પડી હતી. અગ્નીશમન વિભાગના અધિકારીઓનું કહેવું છેકે જો હવામાન આવું જ રહયું તો આવતા દિવસોમાં આ આંકડો વધવાની શકયતા છે.

દિલ્હી અગ્નિશમન સેવાના અધિકારી અતુલ ગર્ગનું  કહેવું છેકે આ સીઝનમાં વાતાવરણમાં ભેજ નથી હોતો તેના લીધે નાનકડી ચીંગારીથી લાગેલી આગ પણ ભીષણ સ્વરૂપ પકડી લે છે. મોટા ભાગે આવુંજ જોવા મળે છે. જયારે ખાલી જગ્યાઓમાં અને ભંગારના ગોદામોમાં લાગતી આગમાં લોકોની બેદરકારી જોવા મળે છે. લોકો નીયમોને નેવે મુકી ગોદામો બનાવે છે. (૧.૭)

(11:57 am IST)