Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

SBI સહિત કેટલીક બેંકોની લોન મોંઘી થઇ

લોન વ્યાજદરમાં વધારો : વધશે EMI

મુંબઈ તા. ૨ : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલીસ કમિટી(MPC) મીટિંગ પહેલા બેન્કોએ લોન પર ૧૦ બેસિસ પોઈન્ટ્સ(100bps= 1% પોઈન્ટ) વ્યાજદાર વધારી દીધા છે. ઉલ્લેખનીય છે કે આ મીટિંગમાં રેટ્સ નક્કી કરવામાં આવે છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, HDFC, ICICI બેન્ક, કોટક બેન્ક, યૂનિયન બેન્ક અને પંજાબ નેશનલ બેન્ક સહિતની બેન્કોએ વ્યાજદરમાં વધારો કર્યો છે. MPC પોતાનો નિર્ણય ૬ જૂનના રોજ સંભળાવશે.

ઉલ્લેખનીય છે કે દર મહિને બેન્કો દ્વારા માર્જિનલ કોસ્ટો ઓફ લેન્ડિંગ રેટ(MCLR) રિવ્યુ કરવામાં આવે છે. વ્યાજદરમાં થયેલા લેટેસ્ટ વધારા પછી SBIનો એક વર્ષનો MCLR ૮.૨૫ ટકા થયો છે, જે પહેલા ૮.૧૫ ટકા હતો. ૨૦૧૮માં બેન્ક દ્વારા આ બીજી વાર દરમાં વધારો કરવામાં આવ્યો છે. HDFCએ પોતાના રીટેલ પ્રાઈમ લેન્ડિંગ રેટ(PLR)માં 10bpsનો વધારો કર્યો છે. ICICI બેન્કે પણ પોતાના એક વર્ષીય MCLRમાં 10bpsનો વધારો કર્યો છે.

આ વધારા પછી HDFCની હોમ લોન ૮.૫ ટકાથી શરૂ થશે. નવા રેટ ૨ જૂન, ૨૦૧૮થી અમલમાં મુકાશે. PNBએ એક વર્ષીય MCLR ૮.૩થી વધારીને ૮.૪ કર્યા છે. યૂનિયન બેન્કે રેટ્સ વધારીને ૮.૪૫ ટકા કર્યો છે. કોટક બેન્કે એક વર્ષીય MCLR 20bps વધારીને રેટ ૮.૯ ટકા કર્યો છે.

બેન્કોએ RBIના નિર્ણયની રાહ જોયા વિના જ આગળ વધીને ડિપોઝીટ રેટ્સમાં વધારો કર્યો છે. શુક્રવારના રોજ, એકિસસ બેન્કે ડિપોઝીટ પર વ્યાજદર વધાર્યા અને ૧૨ મહિના, ૫ દિવસથી ૧૨ મહિના સુધી, ૧૧ દિવસ જેવા નવા ટેન્યરની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે થોડાક દિવસો પહેલા જ SBIએ ૧ કરોડથી ઓછી રકમ પર ડિપોઝીટ રેટ 20bps વધારી દીધો હતો.

મ્યુચ્યઅલ ફંડ્સમાં સેવિંગ્સનું પ્રમાણ વધવાને કારણે ડિપોઝીટ ગ્રોથમાં ઘટાડો અને લોન ગ્રોથમાં વધારો થયો હોવાને કારણે બેન્કોએ ડિપોઝીટ રેટ્સમાં વધારો કર્યો છે. ડિપોઝીટ રેટ્સમાં વધારો થવાને કારણે આગામી અઠવાડિયાઓમાં લેન્ડિંગ રેટ્સમાં પણ વધારો જોવા મળશે.(૨૧.૧૫)

(11:56 am IST)