Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

વાદળા ફાટતા બદરીનાથ યાત્રાનો રૂટ બંધ કરાયો

૩૬ કલાક માટે એલર્ટ

ઉત્તરાખંડનાં ઉત્તર કાશી, ટિહરી, દહેરાદૂન અને પૌડીમાં વાદળ ફાટતાં કેદરનાથ યાત્રા રૂટને અસર થઈ છે. બાલાકોટમાં વાદળ ફાટતાં આ વિસ્તારોમાં એસડીઆરએફની ટીમને એલર્ટ કરી દેવામાં આવી છે. ઉત્તરાખંડમાં શુક્રવારે બપોર બાદ વાતાવરણમાં પલટો આવતાં દેહરાદૂનની આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડવાનો શરૂ થઈ ગયો હતો.

ખરાબ હવામાનને કારણે કેદારનાથ યાત્રા રૂટ બંધ કરી દેવામાં આવ્યો છે. હવામાન ખાતાએ શુક્રવારે આગામી ૩ દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી. ખરાબ હવામાનને કારણે બદરીનાથ માર્ગ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. બદરીનાથ અને હેમકુંડ જતાં યાત્રાળુઓને જોશીમઠમાં રોકી દેવામાં આવ્યા છે, ગોવિંદઘાટમાં ફસાયેલાં યાત્રીઓ સુરક્ષિત બહાર નીકળ્યા બાદ જોશીમઠનાં યાત્રીઓને આગળ રવાના કરાશે.

ભારે વરસાદથી જાનમાલને કોઈ નુકશાન થયું નથી. પૌડીમાં પાણી ભરાતાં રાહતકાર્ય શરૂ કરી દેવાયું હતું. પેઠાડીમાં વરસાદનાં પાણી ભરાતાં રસ્તા પર ચક્કાજામ થયો હતો.

(11:28 am IST)