Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

શિલોંગના કેટલાક વિસ્તારોમાં કરફર્યુ

શિલોંગ તા.૨: મેઘાલયની રાજધાની શિલોંગના થેમ મેટોર વિસ્તારના રહીશો અને બસચાલકોના એકજુથ વચ્ચે મારામારી પછી શુક્રવારે સવારે ૧૧ જગ્યાએ કફર્યુ લગાવી દેવાયો છે.

પોલીસે જણાવ્યા પ્રમાણે કફર્યુ સવારે ચાર વાગ્યે લગાવવામાં આવ્યો અને નવા આદેશ સુધી ચાલુ રહેશે. તેમણે જણાવ્યું કે મારા મારીમાં ઘાયલ લોકોમાં એક પત્રકાર પણ હતો. જયારે ભીડને ઉશ્કેરવાનો પ્રયાસ કરનાર કેટલાક યુવકોને પકડી લેવાયા છે. પોલીસ અધિકારીએ કહયું કે, ગુરૂવારે બપોરે થેમ મેટોર વિસ્તારના રહીશો એ એક બસ ચાલક સાથે મારામારી કરી પછી બંને જુથો વચ્ચે મારામારી ચાલુ થઇ ગઇ સોશ્યલ મિડીયામાં એવી અફવા ફેલાઇકે એક સહાયકનું મૃત્યુ થયું છે. પછી ઘટનાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. તેમને રોકવા માટે પોલીસે ટીયરગેસ છોડવો પડયો. સહાયક અને ત્રણ ઘાયલને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા હતા અને બાદમાં તેમને રજા આપી દેવાઇ હતી.

(11:28 am IST)