Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

રાતોરાત ખૂબ ફેમસ થઇ ગયેલો આ તરબૂચવાળો ડોકટર બનવાનો છે

કરાચી તા ૫ : થોડા દિવસ પહેલા પાકિસ્તાનમાં અર્શદ ખાન નામનો એક હેન્ડમસમ ચા વાળો સોશ્યલ મિડિયા પર ફેમસ થઇ ગયો. જો કે હવે એક તરબુચવાળાનો ફોટો વાઇરલ થયો છે. કરાચીમાં ઇફતાર પહેલાં તરબુચ કાપીને વેચતો એક યુવક તેની સ્માઇલ અને ભુરી આંખોને કારણે ઇન્ટરનેટ સેન્સેશન બની ગયો છે. ટ્વિટર પર આ યુવકની તસ્વીરો ટ્વિટ  અને રિટ્વિટ થઇ રહી છે. જા ેકે ફેસબુક પર આ  યુવકની ઓળખ પણ છતી થઇ  છે મોહમમ્મદ ઇન્શાલ નામના એક  યુવકેલખ્યું છે કે 'ભાઇઓ' આ કોઇ તરબુચવાળો નથી અસલમાં તે મારોદોસ્ત છે જે બહુ જલ્દી ડોકટર બનવાનો છે.'

આ ડોકટર બનનારા તરબૂચવાળા ભાઇનું નામ છે મોહમ્મદ ઓવેસ છે જે કરાચીની જિયાઉદીન કોલેજમાં મિેડકલમાં ભણી રહ્યો છે.

(11:27 am IST)