Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

સિંગાપોરમાં ભારતની સુરક્ષા અંગે ચર્ચા-વિચારણાઃ અમેરિકાના રક્ષામંત્રી જીમ મેટિસ અને વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ વચ્‍ચે બંધ બારણે મુલાકાત

સિંગાપોરઃ અત્રે પધારેલા ભારતના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી અને અમેરિકાના રક્ષામંત્રી જીમ મેટિસ વચ્ચે આજે બંધ બારણે મુલાકાત થતા તેમાં ભારતની દરિયાઇ સીમાની સુરક્ષા સહિતના મુદ્દે ચર્ચા-વિચારણા થયાનું જાણવા મળ્યું છે.

પેંટાગન દ્વારા પ્રશાંત કમાનનું નામ બદલીને હિંદ-પ્રશાંત કમાન કર્યાના થોડા દિવસ પછી આ મુલાકાત થઇ છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ત્રણ દિવસના પ્રવાસના છેલ્લા દિવસે મોદીએ બંધ રૂમમાં મુલાકાત કરી હતી જેમાં બંને પક્ષોના આંતરીક અને વૈશ્વિક હિતોના દરેક સુરક્ષા મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી.

બંને નેતાઓ વચ્ચેની આ બેઠક વાર્ષીક શંગરી-લા વાટાઘાટ દરમિયાન થઇ. મોદીએ શુક્રવારે રાત્રે આ સમિટને બંબોધિત કરતા જણાવ્યું હતું કે, ‘એશિયાથી દુશ્મનાવટથી વિસ્તાર પાછળ રહી જશે જ્યારે સહયોગ આપનાર એશિયાથી શતાબ્દીનું સ્વરૂપ નક્કી થશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે ભારત અને ચીન એક બીજાના હિતો પ્રત્યે સંવેદનશીલ રહેતા વિશ્વાસની સાથે કામ કરીએ છીએ. ત્યારે એશિયા અને દુનિયાના સારું ભવિષ્ય મળશે. આંતરરાષ્ટ્રીય કાયદાના અંતર્ગત સમુદ્ર અને વાયુના સ્થળોનો ઉપયોગ કરવા માટે દરેક પાસે સમાન અધિકાર હોવા જોઇએ. આ અંતર્ગત શિપિંગની સ્વતંત્રતા, અનધિકૃત વાણિજ્ય તથા આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર વિવાદોના શાંતિપૂર્ણ સમાધાનની આવશ્યક્તા પડશે.

મેટિસને પણ સંબોધન કર્યું હતું જેમાં તેમણે સ્વતંત્રતા અને વ્યવસ્થા આધારિત નિયમો ઉપર ભાર મૂક્યો હતો. બંને નેતાઓ વચ્ચે આ મુલાકાત મહત્વની માનવામાં આવી રહી છે. કારણ કે મેટિસે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, હિંદ-પ્રશાંત વિસ્તારમાં શાંતિ અને સુરક્ષા સુનિશ્વિત કરવા માટે એક સાથે અને અન્ય દેશો સાથે મળીને કામ કરવું જોઇએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સમુદ્રી રસ્તાઓ બધા દેશો માટે ખુલ્લા રહે એ યોગ્ય છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ દક્ષિણ ચીન સાગરના સૈન્યકરણ ઉપર ચીન સાથે વધતા તણાવ વચ્ચે પોતાની સૌથી જૂની અને સૌથી મોટી સૈન્ય કમાન પ્રશાંત કમાનનું નામ બદલીને હિંદ-પ્રશાંત કમાન કરવામાં આવ્યું છે.

(6:02 pm IST)