Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

યુપીમાં ૪ ઘોડાને સજા-એ-મોતનું ફરમાન

પહેલીવાર પશુને મોતની સજા

લખનૌ તા. ૨ : અત્યાર સુધી નાગરિકોને અલગ અલગ ગંભીર ગુનામાં મોતની સજા ફટારવામાં આવતી હતી, પરંતુ ઉત્તર પ્રદેશમાં પહેલી વાર પશુઓને સજા-એ-મોતનું ફરમાન સંભળાવાયું છે. અહીંના આંબેડકરનગરના ચાર અશ્વોને મોત આપવામાં આવશે. તેની તૈયારી સ્થાનિક જિલ્લા વહીવટી અને પશુપાલન વિભાગે પૂરી કરી લીધી છે. જો બધું બરાબર રહ્યું તો સોમવારે ચારેય અશ્વને મારીને વિશાળ ખાડામાં દફનાવી દેવાશે.

અશ્વ, ગર્દભ અને ખચ્ચરમાં ગ્લેન્ડર્સ ફાર્સી નામની ચેપી બીમારી ઝડપથી ફેલાઈ રહી છે. આ ગંભીર બીમારીની કોઈ દવા કે રસી નથી. સૌથી ખરાબ સ્થિતિ એ છે કે, આ બીમારી પશુઓમાંથી મનુષ્યોમાં સરળતાથી ફેલાઈ જાય છે. તેને કારણે તેને રોકવા તથા જાગરૂકતા માટે પશુપાલન વિભાગના કર્મચારીઓ બીમાર પશુઓની તપાસનો આદેશ આપે છે.

પશુઓને તાજું ખાવાનું આપો. શુદ્ઘ પાણી પીવડાવો. આસપાસ સાફસફાઈ રાખો. ગરમીમાં રોજ નવડાવો. પશુઓને જયાં રાખ્યા હોય ત્યાં દવાનો છંટકાવ કરો. વાસી ભોજન કયારેય ન આપવું. પ્રદૂષિત પાણીથી તેમને દૂર રાખવાં. વધુ સમય તેમને માટી-કીચડમાં ન રાખશો. બીમાર પશુઓને નજીક ન આવવા દો. બાળકોને તેમનાથી દૂર રાખો.

આ બીમારી પશુઓમાંથી મનુષ્યમાં ફેલાઈ શકે છે, જે સૌથી વધુ ઘાતક છે. આ બીમારીનાં લક્ષણ – પશુઓની ત્વચા પર ફોલ્લીઓ થવી, નાકની અંદર ચાંદાં પડવાં, તાવ કે પીળા રંગનો  સ્ત્રાવ આવવો તથા શ્વાસ લેવામાં તકલીફ પડવી. આ રોગની કોઈ સારવાર નથી.(૨૧.૫)

(10:06 am IST)